Weight loss: પેટ, કમર, સાથળ અને હાથ પર જામેલી ચરબી ઉતારવી હોય તો ઘરે રોજ સવારે કરો આ 5 એક્સરસાઈઝ

Weight loss Exercise for Female: વધતું વજન આજના સમયની સૌથી ગંભીર સમસ્યા છે. વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરે છે અને જીમમાં જઈ વર્કઆઉટ પણ કરે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમની પાસે જીમમાં જવાનો સમય નથી હોતો. આવા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને વેટ લોસ માટેની 5 સરળ એક્સરસાઇઝ વિશે જણાવીએ. આ 5 એક્સરસાઇઝ રોજ તમે ઘરે કરશો તો પણ આખા શરીરની ચરબી ગણતરીના દિવસોમાં જ ઘટવા લાગશે. 

સ્વ્કાટ્સ (Squats)

1/6
image

વજન ઘટાડવા માટે આ એક્સરસાઇઝ સૌથી બેસ્ટ છે. તેનાથી કેલરી પણ ઘટે છે અને ફેટ ઝડપથી ઓછું થાય છે. આ એક્સરસાઇઝ કરવાથી સાથળના મસલ્સ ટોન્ડ થાય છે. આ એક્સરસાઇઝને 15 ના સેટમાં 3 વખત કરવી

માઉન્ટેન ક્લાઈમ્બલર (Mountain Climber)

2/6
image

આ એક્સરસાઇઝ આખા શરીરનું ફેટ ઓછું કરી શકે છે. તેનાથી સ્ટેમિના પણ વધે છે અને એનર્જી લેવલ બુસ્ટ થાય છે. આ એક્સરસાઇઝને 25 થી 30 વખત 3 ના સેટમાં કરવી. 

દોરડા કુદવા  (Skipping)

3/6
image

સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવાની એક્સરસાઇઝ પણ વજન ઘટાડવા માટે બેસ્ટ છે. નિયમિત ટાઈમ સેટ કરીને સ્કીપિંગ કરવાથી સરળતાથી વજન ઘટે છે. શરૂઆતમાં ધીરે ધીરે સ્કીપિંગ કરવું અને પછી ઝડપ વધારવી. 

ક્રંચ એક્સરસાઇઝ (Crunch Exercise)

4/6
image

પેટ અને કમરની ચરબીને ઓછી કરવા માટે આ એક્સરસાઇઝને સૌથી સારી માનવામાં આવે છે. તેનાથી પેટ અને કમરની ચરબી ઘટે છે. આ એક્સરસાઇઝને 10 ના સેટમાં 3 વખત કરવી.

પ્લૈંક (Plank)

5/6
image

આ એક્સરસાઇઝ કરવાથી બોડી સ્લીમ અને ટોંડ થાય છે. તેનાથી ખાસ તો પેટનો ભાગ ટોંડ થાય છે. આ એક્સરસાઇઝમાં એકવારમાં બોડીને 30 થી 60 સેકન્ડ સુધી હોલ્ડ કરવું અને પછી રિલેક્સ થવું. ત્યાર પછી ફરી 30 થી 60 સેકન્ડ માટે એક્સરસાઇઝ કરવી.

6/6
image