અજબ-ગજબની રમતો અને તેના અજબ-ગજબ કાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ

દુનિયામાં દરેક પ્રકારની રમતો લોકોને એક કરે છે. ત્યારે, કલાકોના કલાકો આ રમતો પાછળ લોકો પોતાના સમયનો ખર્ચ કરે છે. અલગ દેશમાં અલગ રમતો રમાતી હોઈ છે. જે તે દેશના કલ્ચર વિશે ઘણું બધું કહેતી હોઈ છે. ત્યારે, ચાલો જાણીએ અજબ-ગજબ રમતો વિશે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે જૂની રમતોથી કંટાળી ગયા છો અને સામાન્યમાંથી થોડુંક કંઈક અલગ શોધી રહ્યા છો? શું તમે કોઈ દિવસ પગના અંગૂઠાના યુદ્ધ વિશે સાંભળ્યું છે? ના તમે કોઈ દિવસ આવી રમતો વિશે સાંભળ્યું નહીં હોઈ. આજે અમે તમને એવી રમતો વિશે માહિતગાર કરશું જે અજીબો-ગરીબ છે. પણ તે રમતો રમવા માટે દર વર્ષે મોટી સંખ્યમાં લોકો ભેગા થતા હોઈ છે.

 

વર્લ્ડ ગર્નિંગ કોન્ટેસ્ટ

1/10
image

આ એક એવી સ્પર્ધા છે જેમાં જે વ્યક્તિ સૌધી અજીબ ચહેરો બનાવે તે આ સ્પર્ધા જીતે છે. આપને લાગતું હશે કે આ કોઈ નવી સ્પર્ધા છે, પણ આ રમત 1927થી બ્રિટેનમાં યોજાની આવી છે.

ટૂક ટૂક પોલો

2/10
image

ટૂક ટૂક એટલે રિક્ષા અને પોલો રમત વિશે તો સૌ કોઈ જાણે જ છે. સામાન્ય રીતે પોલો રમત ધોડા પર રમાતી હોઈ છે. પણ શ્રી લંકામાં ધોડા પર નહીં પણ રિક્ષામાં બેસીને પોલો રમવાની રમત છે.

ટો રેસલિંગ

3/10
image

નાનપણમાં તમે તમારા મિત્રના હાથના અંગૂઠા સાથે લડાઈ કરી હશે. પણ અહીં આ રમતમાં તમારે તમારા પગના અંગૂઠાથી રમવાનું હોઈ છે. અને સામા વાળાના અંગૂઠાને પોતાના અંગૂઠાથી 3 સેક્ન્ડ દબાવી રાખવાનો હોઈ છે. ટો રેસલિંગની 1970થી ચેમ્પીયનશીપ પણ યોજાઈ છે.

સેપાક ટેક્રાવ

4/10
image

સેપાક ટેક્રાવ ફૂટબોલ અને વોલીબોલનું મિક્સચર છે. સાથે જ આ રમતમાં માર્શયલ આટર્સની આવડત પણ ખુબ મહત્વની છે. આ રમતમાં 2 ટીમ હોઈ છે. જેમાં 3 લોકોની એક ટીમ હોઈ છે. વોલીબોલની જેમ આ રમતમાં પણ બોલને જમીન પર પડવા નહીં દેવાનો હોઈ. પણ ફરક માત્ર એટલો જ છે કે આમાં પગનો ઉપયોગ કરવાનો હોઈ છે.

ક્વિડીચ

5/10
image

આ રમત વિશે આપે હેરિ પોટરની ફિલ્મોમાં સાંભળ્યું હશે. જી હા... અમે એ જ રમતની વાત કરીએ છે. રમતતો એ હેરિ પોટર વાળી જ છે. પણ અહીં આ રમતમાં કોઈ ઉડતું ઝાડું નથી હોતું. અહીં પ્લેયર્સે ભાગીને ક્વિડીચ રમવાનું હોઈ છે.

શાહમૃગની રેસ

6/10
image

આફ્રિકાની આ રમત હવે ધીરે ધીરે અમેરિકા જેવા મોટા દેશોમાં પણ ફેમસ થઈ રહી છે. શાહમૃગ એક એવું પક્ષી છે જે 70 KMPHની ગતિએ ભાગી શકે છે. ત્યારે લોકો આ શાહમૃગ પર બેસીને રેસ લગાવતા હોઈ છે. અને આ શાહમૃગની રેસ લોકો માટે જોવા લાયક હાઈ છે.

ફાયરબોલ સોકર

7/10
image

સોકર સાંભળો એટલે તમારા દિમાગમાં ફૂટબોલ રમત આવે. પરંતુ, જો અમે તમને કહીયે કે આગના બોલ સાથે રમવાનું તો શું આપ રમશો? વાત કરીએ ટાઈવાનની તો ત્યાં આ રમત રમાઈ છે. જેમાં એક નારિયેળને બોલ બનાવવામાં આવે અને ત્યારબાદ તેને એક અઠવાડીયા સુધી પેટ્રોલમાં ડૂબાવેલું રાખવામાં આવે અને પછી આ રમતને ફૂટબોલની જેમ ખુલ્લા પગે રમવામાં આવે છે.

ડોગ સર્ફીંગ

8/10
image

ડોગ સર્ફીંગ એક અતિ ક્યુટ રમત છે. જેમાં શ્વાનોને સર્ફીંગ બોર્ડ પર પાણીમાં બેલેન્સ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ, આ શ્વાનોની એક ચેમ્પીયનશીપ યોજવામાં આવ છે.

સાઈક્લ બોલ

9/10
image

આ રમતમાં સાઈકલ અને નાના બોલનો ઉપયોગ થાઈ છે. આ રમતમાં 2 ટીમ હોઈ છે. જે લોકો પોતાની સાઈકલના વ્હિલથી બોલને પોતાના ગોલ પોસ્ટમાં નાખે છે. અને જે ટીમ વધારે ગોલ કરે છે. તે ટીમ આ ગેમ જીતે છે.

ચીઝ રોલિંગ

10/10
image

ચીઝ રોલિંગ નામની રમત અંદાજે 200 વર્ષ જૂની રમત છે. પણ આપણે આ રમત વિશે ક્યારે સાંભળ્યું નહીં હોઈ. આ રમતમાં મોટી સંખ્યમાં લોકો ભેગા થઈ છે. અને ઈંગ્લેન્ડના કુપ્પર પહાડ પર ભેગા થાઈ છે. અને પહાડ પરથી એક જ્જ મોટા ચિઝના ગોલ આકારના ટૂકડાને નીચે નાખે છે અને હજારો લોકોએ ચીઝ પાછળ તેમે પકડવા માટે ભાગે છે.