Strawberry: સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા પાર્લર નહીં જવું પડે

Strawberry For Skin: શિયાળામાં મળતા સ્વાદિષ્ટ ફળમાંથી એક સ્ટ્રોબેરી પણ છે. સ્ટ્રોબેરી ખાવાથી જેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા સ્ટ્રોબેરીને સ્કીન પર અપ્લાય કરવાથી પણ થઈ શકે છે. આજે તમને જણાવીએ સ્ટ્રોબેરીના ખાસ ફેસ માસ્ક વિશે જે તમારી ત્વચા પર ગુલાબી નિખાર લાવશે. 

Strawberry: સ્ટ્રોબેરીથી ચહેરા પર વધશે ચમક, આ રીતે ઉપયોગ કરશો તો ફેશિયલ કરાવવા પાર્લર નહીં જવું પડે

Strawberry For Skin: સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રુટમાંથી એક સ્ટ્રોબેરી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. સ્ટ્રોબેરી ખાવાથી હેલ્થ સારી રહે છે અને સાથે જ સ્કીન, વાળ અને મગજને પણ ફાયદા થાય છે. સ્ટ્રોબેરીની ખાસ વાત એ છે કે આ ફળ તમારી સ્કિનને લાંબા સુધી યુવાન અને હેલ્ધી રાખવાનું કામ કરે છે. સ્ટ્રોબેરીનો ઉપયોગ કરીને તમે સ્કિન પર દેખાતા વૃદ્ધત્વના લક્ષણોને કંટ્રોલ કરી શકો છો. સ્ટ્રોબેરી ખાવાની સાથે જો તમે તેને સ્કીન પર આ રીતે અપ્લાય કરવાનું રાખશો તો તમારે શિયાળામાં પાર્લરમાં ફેશિયલ કરાવવા માટે જવું નહીં પડે. 

ગ્લોઈંગ સ્કીન માટેનો સ્ટ્રોબેરી ફેસ માસ્ક 

- સૌથી પહેલા ત્રણથી ચાર સ્ટ્રોબેરીને સાફ કરો. ત્યાર પછી તેને પાણીથી બરાબર ધોઈને વાટી લો.

- સ્ટ્રોબેરીની પેસ્ટમાં એક ચમચી તાજી મલાઈ અથવા તો મિલ્ક ક્રીમ મિક્સ કરો. ત્યાર પછી તેમાં મધ મિક્સ કરી મિશ્રણને બરાબર હલાવો. 

- તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરો. આ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને બરાબર સાફ કરી લેવો. 

- સ્ટ્રોબેરી માસ્કને ચહેરા પર 40 મિનિટ સુધી રાખો. પેસ્ટ સુકાઈ જાય પછી પાણીથી ચહેરાને સાફ કરી લો. 

સ્ટ્રોબેરી અને દહીંનું સ્ક્રબ 

શિયાળામાં જો ડેડ સ્કિનને સાફ કરવામાં ન આવે તો તેના કારણે ચહેરો ડલ અને બેજાન દેખાય છે. આ સમસ્યાને દુર કરવા માટે વીકમાં એકવાર ચહેરા પર નેચરલ સ્ક્રબ કરવું જોઈએ. જેથી ડેડ સ્કીન દુર થાય અને ચહેરા પર કુદરતી ગ્લો આવે. 

ઠંડીના દિવસોમાં સ્કીનની સફાઈ કરવા માટે અને ડેડ સ્કીન દૂર કરવા માટે સ્ટ્રોબેરીના સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે સ્ટ્રોબેરીની પેસ્ટમાં દહીં ઉમેરી ચહેરા પર બરાબર અપ્લાય કરો. ત્યાર પછી પાંચ મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ માસ્ક ને ચહેરા પર રહેવા દો અને પછી પાણીથી ચહેરાને સાફ કરી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news