પાર્ટનર સાથે 'અંગત પળો' વિતાવવા માટે આ સમય છે સૌથી સારો, જાણો શું કહે છે આયુર્વેદ
લગ્નજીવનમાં સેક્સ્યુઅલ હેલ્થનું પણ એટલું જ મહત્વ હોય છે. શારીરિક સંબંધ અને સેક્સ્યુઅલ હેલ્થ અંગે ભાત ભાતની ટિપ્સ તમે સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં આ અંગે શું કહેવામાં આવ્યું છે. તો ખાસ જાણો.
Trending Photos
આ એક એવો ટોપિક છે કે જેના વિશે ચર્ચા કરતા આપણા દેશમાં લોકો ખચકાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેને આયુર્વેદના ત્રણ સ્તંભોમાંથી એક ગણવામાં આવે છે. જે આપણા શરીરને પોષણ આપી શકે છે અને દોષોને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. આયુર્વેદમાં શારીરિક સંબંધ માટે કયો સમય સારો છે તે વિશે પણ જણાવવામાં આવ્યું છે.
કયો સમય સારો?
આયુર્વેદ મુજબ શિયાળો અને વસંત ઋતુને અંતરંગ પળો માણવા માટેનો બેસ્ટ સમય ગણવામાં આવે છે. જ્યારે ગરમી અને વરસાદની ઋતુમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. કારણ કે આ સમય દરમિયાન પિત્ત અને વાયુ વધી જાય છે અને ત્યારે પ્રજનન ક્ષમતા પણ સૌથી ઓછી હોય છે.
રિપોર્ટ્સ કહે છે કે ઠંડીની ઋતુમાં તો વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે રોજ સંબંધ બનાવી શકે છે. જ્યારે વસંત અને પાનખરમાં ત્રણ દિવસે એકવાર અને ઉનાળા-ચોમાસાની ઋતુમાં દર બે અઠવાડિયે એકવાર સંબંધ બનાવી શકાય છે. આયુર્વેદ મુજબ અંગત પળો માણવા માટેનો સૌથી સારો સમય દિવસ દરમિયાન અને સવારે સૂર્યોદય પછીનો ગણવામાં આવ્યો છે. આયુર્વેદ મુજબ રાતનો સમય આ માટે આદર્શ ગણવામાં આવતો નથી.
આયુર્વેદ મુજબ સારી સેક્સુઅલ હેલ્થ માટે ડાયેટમાં ગોક્ષુરા, શિલાજીત, શતાવરી, કેસર જેવી ઔષધીઓને સામેલ કરવી જોઈએ. સંબંધ બનાવ્યા બાદ ખરાબ થયેલા વાયુ દોષને ઠીક કરવા માટે ન્હાતા પહેલા તેલથી માલિશ કરવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે તેને ફક્ત સૂચન તરીકે લેવી જોઈએ. તેને અપનાવતા પહેલા ડોક્ટર કે એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે