Lifehacks: વર્ષો સુધી કપડાનો રંગ રહેશે એવોને એવો, ડાર્ક કલરના કપડા ધોતી વખતે અપનાવો આ 7 હૈક્સ
Lifehacks: ડાર્ક કપડાનો રંગ ઉતરે છે અને તે જૂના હોય તેવા ઝડપથી દેખાવા લાગે છે. આ સિવાય ડાર્ક રંગના કપડા સફેદ ધાબા પણ ઝડપથી દેખાવા લાગે છે. ડાર્ક કલરના કપડામાં આ સમસ્યા સૌથી વધુ નડે છે. ડાર્ક રંગના કપડા ધોવામાં પણ ખાસ તકેદારી પણ રાખવી પડે છે નહીં તો બીજા કપડામાં પણ તેનો રંગ ચઢી જાય છે.
Trending Photos
Lifehacks: ડાર્ક રંગના કપડા સુંદર તો લાગે છે પરંતુ એક કે બે વોશ પછી તેનો રંગ ઝાંખો પડી જાય છે. ડાર્ક કપડાનો રંગ ઉતરે છે અને તે જૂના હોય તેવા ઝડપથી દેખાવા લાગે છે. આ સિવાય ડાર્ક રંગના કપડા સફેદ ધાબા પણ ઝડપથી દેખાવા લાગે છે. ડાર્ક કલરના કપડામાં આ સમસ્યા સૌથી વધુ નડે છે. ડાર્ક રંગના કપડા ધોવામાં પણ ખાસ તકેદારી પણ રાખવી પડે છે નહીં તો બીજા કપડામાં પણ તેનો રંગ ચઢી જાય છે. આવી ચિંતા છે તમારે મુક્ત થવું હોય તો કપડાં ધોતી વખતે આ 7 હેક્સ ફોલો કરવાનું રાખો. આ ટીપ્સ ફોલો કરશો તો ડાર્ક રંગના કપડામાંથી રંગ ઉતરશે નહીં અને કપડાનો રંગ એવો ને એવો રહેશે.
ડાર્ક રંગના કપડા કેવી રીતે ધોવા ?
1. કપડાં ધોતી વખતે પાણીનું તાપમાન કેવું છે તે મહત્વનું છે. ડાર્ક રંગના કપડાં ધોવા હોય તો ઠંડા પાણીનો જ ઉપયોગ કરો. ઠંડા પાણીથી કપડાના રંગ સુરક્ષિત રહે છે અને કપડાની ક્વોલિટી પણ જળવાઈ રહે છે.
2. રંગીન કપડા ધોતી વખતે હંમેશા માઈલ્ડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ. હાર્ટ ડિટર્જન્ટ કે વધારે પ્રમાણમાં ડિટર્જન્ટનો ઉપયોગ કરશો તો કપડા ફેડ થઈ જશે.
3. ડાર્ક રંગના કપડા પર ઘણી વખત ડિટર્જન્ટના ડાઘ પડી જતા હોય છે. આવું થવા ન દેવું હોય તો કપડાને હંમેશા ઊંધા કરીને ધોવા નાખો. તેનાથી કપડાના રંગ ઝાંખા નહીં પડે.
4. ડાર્ક રંગના કપડાં હોય તો તેને વધારે રગડવાનું ટાળો. જેમ જેમ તમે રગડશો તેમ તેનો રંગ ઉતરવા લાગશે. તેથી કપડાને ઘસવા માટે બ્રશનો ઉપયોગ પણ ન કરો.
5. મીઠું નેચરલ કલર પ્રોટેક્ટર છે. જો કોઈ કપડાનો રંગ ઉતરતો હોય તો તેને પહેલા મીઠાના પાણીમાં પલાળી દો. ત્યાર પછી તેને ધોઈ લેવાથી તેનો રંગ ઉતરશે નહીં.
6. ડાર્ક રંગના કપડાના રંગને ડેટ થતા અટકાવનો હોય તો વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. કપડાં ધોયા પછી તેને પાણીમાં પાંચ મિનિટ પલાળીને પાણી કાઢી સુકવવા રાખો. આમ કરવાથી ડાર્ક કલરના કપડાનો રંગ સુરક્ષિત રહેશે.
7. ડાર્ક કલરના કપડા ફેડ ત્યારે થઈ જાય છે જ્યારે તેને તડકામાં સૂકવી દેવામાં આવે. જો ડાર્ક કપડાને ઝાંખા પડવા દેવા ન હોય તો તેને છાયામાં સુકવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે