Red Chutney: દાઢે વળગી જાશે તલની લાલ ચટણીનો ચટાકેદાર સ્વાદ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે આ રેસિપી

Sesame Seeds Red Chutney: ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સફેદ તલમાંથી પણ ચટપટી ચટણી બની શકે છે. હાલ સોશિયલ મીડિયા પર આ ચટણીની રેસિપી વાઈરલ થઈ રહી છે. 

Red Chutney: દાઢે વળગી જાશે તલની લાલ ચટણીનો ચટાકેદાર સ્વાદ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે આ રેસિપી

Sesame Seeds Red Chutney: સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની વાનગીઓ વાયરલ થતી રહે છે. હાલની વાત કરીએ તો તલની ચટણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તલની લાલ ચટણી હેલ્ધી ચટણી છે. તે સ્વાદિષ્ટ છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તલના કેલ્શિયમ, એન્ટી ઓક્સીડન્ટ અને આયરન જેવા પોષક તત્વ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. આ તલની ચટણી શરીર માટે પણ ફાયદાકારક છે અને તે જીભને ચટાકેદાર સ્વાદ પણ આપે છે. તો ચાલો તમને પણ આ ચટણી કેવી રીતે બનાવી તે જણાવીએ. 

તલની ચટણીની સામગ્રી 

સફેદ તલ 1 કપ
આખા લાલ મરચાં 3 થી 4
લસણ
આદુ
લીલા મરચાં
ખાંડ
2 બાફેલા ટમેટાની પ્યુરી
આમલીનું પાણી

ચટણી બનાવવાની રીત 

ચટણી બનાવવા માટે એક પેનમાં તલ અને 1 સુકા મરચાંને શેકી લો. તલ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકો અને પછી ઠંડા કરી લો. ટમેટાને બાફી અને તેની છાલ કાઢી પેસ્ટ બનાવી લો. 

હવે એક મિક્સર જારમાં શેકેલા તલ અને મરચાં સાથે લસણ, આદુ, લીલું મરચું, ખાંડ, મીઠું અને આમલીનું પાણી ઉમેરી તેને પીસી પેસ્ટ બનાવી લો. તૈયાર કરેલી પેસ્ટમાં બાફેલા ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે આ ચટણીમાં ઉપરથી વઘાર કરવો. વઘાર માટે તેલમાં રાઈ અને સુકા મરચાં ઉમેરી તેને ચટણીમાં ઉમેરો. તૈયાર કરેલી ચટણીને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news