મોઢામાં પાણી આવી જાય તેવી Restaurant Style Dal Makhani બનાવવાની જાણો રેસિપી
Restaurant Style Dal Makhani Recipe: જ્યારે વેકેશન શરૂ થઈ જાય છે તો પરિવારના લોકોની ખાવાપીવાની ડિમાન્ડ પણ વધી જાય છે. તેવામાં ડિનર માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે દાલ મખની. તો આજે તમને ઝટપટ બની જાય તેવી રેસિપી જણાવીએ.
Trending Photos
Restaurant Style Dal Makhani Recipe: પરિવારના સભ્યોને ભોજનમાં નવી નવી વેરાયટીઓ ખાવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને જ્યારે વેકેશન શરૂ થઈ જાય છે તો પરિવારના લોકોની ખાવાપીવાની ડિમાન્ડ પણ વધી જાય છે. તેવામાં ડિનર માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે દાલ મખની. પરંતુ દાલ મખની બનાવવામાં સમય વધારે લાગે છે તેથી ગૃહિણીઓ તેને બનાવવાનું ટાળે છે. પરંતુ તમારે આવું નહીં કરવું પડે. કારણ કે આજે તમને ઝટપટ બની જાય તેવી રેસિપી જણાવીએ. આ રેસીપી ને ફોલો કરીને તમે રેસ્ટોરન્ટ જેવી જ ટેસ્ટી દાલ મગની ઘરે ફટાફટ બનાવી શકો છો.
દાલ મખની માટે સામગ્રી
રાજમા - 1/4 કપ
આખા અડદ - એક કપ
ટામેટાની પ્યુરી - 1 કપ
ડુંગળી - 3થી 4 ઝીણી સમારેલી
ઝીણું સમારેલું લસણ - 1 ચમચી
આદુની પેસ્ટ - 1 ચમચી
જીરુ - 1 ચમચી
જીરું પાવડર
ધાણા પાવડર
કાશ્મીરી લાલ મરચું પાવડર
ગરમ મસાલો
મીઠું - સ્વાદ અનુસાર
ક્રીમ - 4 ચમચી
ઘી - 2 ચમચી
બટર - 4 ચમચી
તેલ - 2 ચમચી
દાલ મખની બનાવવાની રીત
સૌથી પહેલા આગલા દિવસે રાત્રે અડદ અને રાજમાને અલગ અલગ પલાળી દેવા. સવારે બંને વસ્તુને પ્રેશર કુકરમાં હળદર અને મીઠું ઉમેરીને બાફી લેવા. દાળ અને રાજમા બફાઈ જાય પછી કુકર ખોલીને તેને સારી રીતે મિક્સ કરી લેવું.
દાલ મખનીની ગ્રેવી બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેમાં આદુની પેસ્ટ લસણ અને ટામેટાની ગ્રેવી ઉમેરો. બધા જ મસાલા બરાબર ચડી જાય પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને જીરું પાવડર ઉમેરો.
બધી જ સામગ્રીમાંથી તેલ છૂટું પડી જાય પછી તેમાં બાફેલી દાળ ઉમેરી અને થોડું પાણી ઉમેરી ધીમા તાપે ઉકળવા દો.
જ્યારે દાળમાં બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી તેનું વઘાર તૈયાર કરો. વઘાર માટે એક નાનકડા પેનમાં માખણ ગરમ કરો. તેમાં લાલ મરચું પાવડર લીલા મરચાના ટુકડા ઉમેરીને દાળ ઉપર વઘાર કરો. ત્યાર પછી દાળમાં ક્રીમ અને ઘી ઉમેરીને ગરમાગરમ દાલ મખની સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે