Beauty Hacks: રસોડાની આ વસ્તુઓ ત્વચા પર ફેશિયલ બ્લીચ કરાવ્યા જેવી કરે છે અસર, ડાઘ દુર કરી ત્વચાને બનાવે સુંદર
Beauty Hacks: ખૂબ ઓછા લોકો જાણે છે કે બ્લીચ જેવી જ ઇફેક્ટ ચહેરા પર મેળવવી હોય તો ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. ઘરમાં રહેલી આ વસ્તુમાં નેચરલ બ્લીચ એજન્ટ હોય છે. જે ત્વચાની સુંદરતા વધારે છે અને ત્વચાને નુકસાન પણ કરતા નથી.
Trending Photos
Beauty Hacks: ત્વચા સુંદર દેખાય તે માટે યુવતીઓ થોડા થોડા સમયે ફેશિયલ બ્લીચ જેવી ટ્રીટમેન્ટ કરતી હોય છે. ફેશિયલ બ્લીચ કરાવ્યા પછી ચહેરાની ત્વચા વધારે સુંદર દેખાવા લાગે છે. કારણ કે બ્લીચ ચહેરા પરના અણગમતા વાળને ભૂરા કરવાનું કામ કરે છે. જોકે આ પ્રકારના કેમિકલયુક્ત બ્લીચનો ઉપયોગ કરવાથી આડઅસર પણ થઈ શકે છે. કેટલાક લોકોને બ્લીચની એલર્જી પણ હોય છે જેના કારણે તેમની ત્વચા લાલ થઈ જાય છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે બ્લીચ જેવી જ ઇફેક્ટ ચહેરા પર મેળવવી હોય તો ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. ઘરમાં રહેલી આ વસ્તુમાં નેચરલ બ્લીચ એજન્ટ હોય છે. જે ત્વચાની સુંદરતા વધારે છે અને ત્વચાને નુકસાન પણ કરતા નથી. તો ચાલો આજે તમને જણાવીએ કઈ કઈ વસ્તુનો ઉપયોગ ચહેરા પર કરવાથી નેચરલ ફેશિયલ બ્લીચનું કામ કરે છે.
લીંબુનો રસ
લીંબુના રસમાં નેચરલ બ્લીચિંગ ગુણ હોય છે. લીંબુના રસમાં મધ ઉમેરીને ચહેરા પર લગાડવું જોઈએ. ખાસ કરીને ચહેરા પર ડાઘ કે પીગ્મેન્ટેશન હોય તો આ પેસ્ટ નિયમિત લગાડો. 15 મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લેવો.
હળદર
જો તમે હળદર પાવડરમાં દહીં ઉમેરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાડો છો તો તમે બ્લીચ કરાવ્યું હોય તેવી જ ઇફેક્ટ મેળવી શકો છો. હળદર અને દહીંના માસ્કને દૂર કરવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો. હળદરમાં એવા ગુણ હોય છે જે ત્વચાનો રંગ નિખારે છે અને દહીં ત્વચાને એક્સફોલિયેટ કરવાનું કામ કરે છે.
ટમેટા
ટમેટા પણ નેચરલ બ્લીચની જેમ કામ કરે છે. ટમેટાનું બ્લીચ બનાવવા માટે એક ટમેટાનો પલ્પ કાઢી તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સુકાય પછી ચહેરાને સાફ કરી લો.
બટેટા
બટેટાથી બ્લીચ બનાવવા માટે એક બટેટાનો પલ્પ બનાવી લેવો. તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. તે સુકાઈ જાય પછી ચહેરો ધોઈ લો. બટેટા પણ ચહેરા માટે નેચરલ બ્લીચનું કામ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે