Choco Lava Cake: બસ 5 મિનિટમાં ઘરે બનાવો ઈંડા વિનાની ચોકો લાવા કેક, એકદમ સરળ છે આ રેસિપી
Choco Lava Cake: કેક બનાવવી ખૂબ જ સરળ છે. તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને આ કેક સરળતાથી ઘરે બનાવી શકો છો. આ કેકને બનતા પાંચ મિનિટનો સમય લાગે છે. આ કેક બનાવવા માટે વધારે વસ્તુઓની જરૂર પણ પડતી નથી અને આ કેક ઈંડા વિના બને છે.
Trending Photos
Choco Lava Cake: કેક બનાવવી મુશ્કેલ કામ છે. દરેક વ્યક્તિથી પરફેક્ટ કેક બની શકતી નથી. કેક બનાવવામાં માસ્ટરી કેળવવી હોય તો બેકિંગ અંગે જાણકારી હોવી જરૂરી છે. જોકે બેકિંગ અંગે વધારે જાણકારી ન હોય અને તમને કેક બનાવવામાં રસ હોય તો તમે ઘરે સરળતાથી લાવા કેક બનાવી શકો છો.
ચોકલેટ લાવવા કેક નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈને ભાવે છે.. આ કેક બનાવવી ખૂબ જ સરળ છે. તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને આ કેક સરળતાથી ઘરે બનાવી શકો છો. આ કેકને બનતા પાંચ મિનિટનો સમય લાગે છે. આ કેક બનાવવા માટે વધારે વસ્તુઓની જરૂર પણ પડતી નથી અને આ કેક ઈંડા વિના બને છે.
અડધો કપ કોકો પાવડર
અડધો કપ ઓગાળેલું બટર
એક કપ ખાંડનો પાવડર
એક કપ દૂધ
એક કપ મેંદો
એક ચમચી બેકિંગ પાઉડર
ચોકલેટ ક્યુબ
સૌથી પહેલા ઓવનને પ્રિહિટ કરવા રાખો. જો ઓવન વિના આ કેક બનાવી હોય તો એક મોટી કઢાઈમાં થોડું મીઠું ભરીને તેને ઢાંકણ ઢાંકી ગરમ કરવા મૂકી દો.
કેક બનાવવા માટે એક બાઉલમાં બટર, ખાંડનો પાવડર અને દૂધ બરાબર મિક્સ કરો. ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં મેંદો, કોકો પાવડર અને બેકિંગ પાઉડર ઉમેરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો જેથી તેમાં ગાઠા ન પડે. હવે કેકના મોલ્ડમાં બટરથી કોટ કરી તેમાં તૈયાર કરેલું બેટર અડધું ભરો. ત્યાર પછી તેમાં ચોકલેટ ક્યુબ મૂકી ઉપરથી ફરીથી કેકનું બેટર રેડો.
તૈયાર કરેલા કેકના મોલ્ડને પ્રિહિટ કરેલા ઓવન અથવા તો મીઠાવાળી કઢાઈમાં મુકો. જો ઓવનમાં કેક પકાવી હોય તો 180 ડિગ્રી પર 2 મિનિટ માટે કેકને બેક કરી લો. કઢાઈમાં કેકને બેક થતાં 5 મિનિટનો સમય થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે