MOONSOON FOOD: વરસાદની સિઝનમાં ખાવા-પીવામાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
MOONSOON FOOD: હાલ ઉનાળો ચાલી રહ્યો છે પણ માહોલ વરસાદની સિઝન જેવો છે. રોજ સવારથી સાંજ સુધી ઉનાળાનો માહોલ હોય છે. જ્યારે સાંજ બાદ વરસાદી માહોલ સર્જાઈ જાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ હાલ ભલે ઉનાળો ચાલી રહ્યો હોય પણ લાગે છેકે, ચોમાસુ આવી ગયું છે. એમ કહો કે, ચોમાસુ હવે બસ હાથવેંત છેટુ છે તો પણ ચાલે. ત્યારે આવી વરસાદી સિઝનમાં શું ખાવું અને શું ન ખાવું એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વરસાદની ઋતુમાં ગરમ પાણી પીવાથી શરીરનું સ્વાસ્થ્ય સારુ રહે છે. તમે આદુવાળી ચા અથવા દૂધ લઈ શકે છે. આ સિવાય ચામાં આદુનો પાવડર અથવા સૂંઠ, ફૂદીનો નાખીને પણ પી શકાય છે. આ સિવાય શરીરને એનર્જી પણ મળી રહે છે જેના કારણે તમે ફ્રેશ ફિલ કરી શકો છે.
મધ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આ ઋતુમાં મધનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. તમે રોજ ગરમ પાણીમાં મધ નાખીને લઈ શકો છો. આ સિવાય ગ્રીન ટીમાં પણ મધ નાખીને પી શકાય છે. જેના કારણે મધને પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ મળી રહેશે અને ઈમ્યુનિટી પણ સારી બૂસ્ટ થશે. ચોમાસામાં લસણ, મરચું, આદુ, હીંગ હળદર, ધાણા, જીરું અને મેથીના દાણા વધુ વાપરવા જોઈએ. આ તમામ સામગ્રી પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે.
ચોમાસાની ઋતુમાં ભલે પાણીની તરસ ઓછી લાગે પણ તેમ છતાં વધુમાં વધુ પાણી પીવો. પણ ધ્યાન રાખવું કે પાણીને ગરમ કરીને કે ફિલ્ટર કરીને જ પીવું જોઈએ. આ સિવાય ડેરી પ્રોડક્ટનો વધુ પ્રમાણમાં ઉપયોગ ન કરવો. કારણ કે તેમાં બેક્ટેરિયા હોવાનું જોખમ વધુ રહે છે. વરસાદમાં તાજો ખોરાક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એટલે જ રાત્રે બનાવેલું ભોજન સવારે ન લેવું. પણ ફ્રીઝમાં રાખેલું ભોજન ખાધા પહેલા ગરમ કરવું જરૂરી છે.
આ ઋતુમાં મકાઈ, ચણા, લોટ, ઓટ્સ, શાકભાજી જેવી કે કારેલા, ઔષધી જેવી કે લીમડા સહિતની વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ સિવાય બહાર મળનારા કાપેલા ફળના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે તેમાંથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધે છે. આ સિવાય વિટામીનયુક્ત ફળ, આમલા વગેરે વસ્તુઓનું સેવન કરવાથી ઈમ્યુનિટી સારી રહેશે અને સ્વાસ્થ્ય પણ. પણ ખાસ કરીને આમલીની ચટણી અને અથાણા જેવી સામગ્રીના સેવનથી બચવું જોઈએ. જેના કારણે વોટર રિટેન્શનનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં સૂપ પીવો ફાયદાકારક હોય છે.
આ ઋતુમાં સ્ટ્રીટ ફૂડ અને જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ. આ ઋતુમાં વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. એટલે સ્ટ્રીટ ફૂડ ખાવથી બચવું જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, કોબીજ અને ફળોમાં જીવડા થવાની સંભાવના વધુ હોય છે. તેથી તેનાથી અંતર બનાવવું અથવા તો વધુ પાણીથી સાફ કરવું જોઈએ.
આ ઋતુમાં ડીપ ફ્રાઈ કરેલા ફૂટ અથવા સ્પાઈસી ફૂડ ખાવાથી બચવું જોઈએ. શરીરને જેટલું જરૂર હોય તેટલું ભોજન આપો. જરૂરિયાતથી વધુ અને વધુ તળેલુ, મસાલેદાર ભોજન લેવાથી પાચન સંબંધી સમસ્યા, બ્લોટિંગ અને વોટર રિટેન્શનની સમસ્યા પણ ઉભી થાય છે. આવી જગ્યા પર મીટ ગ્રીલ્ડ અથવા તંદૂરી ફૂડ આઈટમની પસંદગી પણ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે