Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર હંમેશા રહેશે કંટ્રોલમાં જો સવારના સમયે ફોલો કરશો આ રુટીન
Diabetes: ડાયાબિટીસ ઝડપથી ફેલાતી બીમારી બની ચૂકી છે. આ બીમારીની કોઈ જ સારવાર નથી. જો એકવાર ડાયાબિટીસ થાય તો વ્યક્તિએ પોતાની દિનચર્યા અને આહાર ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે. દિવસ દરમિયાન યોગ્ય આહાર, પર્યાપ્ત ઉંઘ લેવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.
Trending Photos
Diabetes: ડાયાબિટીસ ઝડપથી ફેલાતી બીમારી બની ચૂકી છે. આ બીમારીની કોઈ જ સારવાર નથી. જો એકવાર ડાયાબિટીસ થાય તો વ્યક્તિએ પોતાની દિનચર્યા અને આહાર ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે. દિવસ દરમિયાન યોગ્ય આહાર, પર્યાપ્ત ઉંઘ લેવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. જો ડાયાબિટીસમાં તમારું બ્લડ સુગર પણ કંટ્રોલમાં ન રહેતું હોય તો તમને કેટલીક એવી ટીપ્સ જણાવ્યું છે અને સવારે ફોલો કરવાથી બ્લડ સુગર આખો દિવસ કંટ્રોલમાં રહેશે.
આ પણ વાંચો:
હેલ્ધી નાસ્તો
સવારની શરૂઆત હેલ્થી નાસ્તાથી કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો સવારે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ખાલી પેટ પાણી પીવું
શરીરને હાઈડ્રેટ રાખવાથી પણ ઘણા ફાયદા થાય છે. ડાયાબિટીસના દર્દીએ દિવસની શરૂઆત પાણી પીને કરવી જોઈએ. સવારે ઊઠીને એક ગ્લાસ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને આંતરડા સાફ થવામાં મદદ મળે છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે
બ્લડ સુગર લેવલ ચેક કરતા રહો
ડાયાબિટીસના દર્દીએ રોજ પોતાના બ્લડ સુગરને ચેક કરવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે સૌથી પહેલા પોતાનું સુગર ચેક કરવું જોઈએ ત્યાર પછી જ કોઈપણ વસ્તુ ખાવી પીવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે