IRCTC Tour Package: સાવ સસ્તામાં માણો હિમાલયની ઘાટીમાં ટૂરની મજા! બુકિંગ માટે પડાપડી
IRCTC Tour Package માં બે લોકો માટે ડબલ શેરિંગમાં 28,630 રૂપિયા આપવા પડશે. ત્રણ લોકો એટલે ટ્રિપલ શેરિંગ માટે 21,440 રૂપિયા ચાર્જ છે. જ્યારે ચાર લોકોના ગ્રૂપ માટે 22,960 રૂપિયા આપવા પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ જો કોરોનામાં તમે ઘરમાં કામ કરતાં-કરતાં પરેશાન થઈ ગયા છો તો ફરવાની એક સારી તક છે. સાથે સસ્તું પણ. તણાવથી ભરપૂર જિંદગીને થોડીક રિલેક્સ બનાવવા માટે હિમાલયની ઘાટીઓમાં જઈ શકો છો. તેની સુવિધા IRCTC આપી રહી છે. IRCTCએ અત્યંત ઓછા ખર્ચમાં ફરવાનું ટૂર પેકેજ બનાવ્યું છે. આ પેકેજમાં રહેવા, ફરવા અને ખાવાનો ખર્ચ પણ સમાવેશ થાય છે. આ એવું ટૂર પેકેજ છે જેમાં ઓછા બજેટમાં પૂર્વી હિમાલયના ક્ષેત્રનું ભ્રમણ કરી શકીએ છીએ.
ગોલ્ડન ટ્રાયેંગલ ટૂર:
ભારતીય રેલવેની કંપની IRCTCએ આ ટૂર પેકેજનું નામ ગોલ્ડન ટ્રાયેંગલ ટૂર રાખ્યું છે. આ પેકેજમાં ફરવાની ઈચ્છા રાખનારા લોકો દાર્જિલિંગ, ગંગટોક, કલિમ્પોંગ અને ન્યૂ જલપાઈગુડીની યાત્રા કરી શકશો. આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસની રાખવામાં આવી છે. આ ટૂરની શરૂઆત 17 સપ્ટેમ્બર 2021થી કરવામાં આવશે. તેનું રજિસ્ટ્રેશન પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
કેટલો ખર્ચ થશે:
IRCTC Tour Packageમાં બે લોકો માટે ડબલ શેરિંગમાં 28,630 રૂપિયા આપવા પડશે. ત્રણ લોકો એટલે ટ્રિપલ શેરિંગ માટે 21,440 રૂપિયા ચાર્જ છે. જ્યારે ચાર લોકોના ગ્રૂપ માટે 22,960 રૂપિયા આપવા પડશે. 6 લોકોના ગ્રૂપ માટે 19,230 રૂપિયા આપવા પડશે. જો બાળકો માટે અલગથી બેડ લેવો હોય તો તેની કિંમત 7060 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ટૂર પેકેજમાં કઈ-કઈ સુવિધા મળશે:
આ ટૂર પેકેજમાં દાર્જિલિંગ 2 રાત, કલિમ્પોંગ 1 રાત અને ગંગટોકમાં 2 રાત રહેવાની તૈયારી છે. ટૂર પેકેજમાં હોટલ પહોંચ્યા પછી પાણી કે જ્યૂસ આપવામાં આવશે. હોટલમાં રહેવા માટે ડબલ રૂમ મળશે જેમાં બે લોકો રહેશે. હોટલમાં સવારે નાસ્તો અને રાતનું જમવાનું આપવામાં આવશે. ટ્રેનથી ઉતર્યા પછી બોટલ અને ફરનારી જગ્યા માટે ફ્રીમાં ગાડીની સુવિધા મળશે. IRCTC Tour Packageમાં વ્યક્તિગત ખર્ચને જોડવામાં આવ્યો નથી. જેમ કે રૂમ હીટર, કપડાં ધોવા માટે લોન્ડ્રી, ટેલિફોન કોલ, ટિપ્સ પર થતા ખર્ચને જોડવામાં આવ્યો નથી. તેની સાથે જ સોફ્ટ કે હાર્ડ ડ્રિંક્સ, રાફ્ટિંગ, પહેલાંથી નક્કી કરવામાં આવેલ દર્શનીય સ્થળ ઉપરાંત બીજે ક્યાંય જવાનો ખર્ચ, બીજે જવાનો ગાડીનો ખર્ચ ટૂર પેકેજમાં નથી.
હિમાચલ પ્રદેશની પણ કરો યાત્રા:
IRCTC Tour Packageમાં હિમાચલ પ્રદેશની યાત્રા પણ છે. જેમાં એકલા, પરિવાર કે મિત્રોની સાથે ફરનારા લોકો સરળતાથી તેનો લાભ ઉઠાવી શકે છે. આ પેકેજમાં મનાલી અને શિમલા જવાનો પ્લાન છે. તે 7 દિવસના હોલિડે પેકેજ માટે 28,840 રૂપિયાનો ખર્ચ થશે. આખી ટૂર દરમિયાન રહેવા અને જમવાનો ખર્ચ IRCTC ઉઠાવશે. IRCTCના જણાવ્યા પ્રમાણે આ ટૂર દિલ્લીથી શરૂ થશે. પહેલું સ્ટોપ મનાલી હશે. ત્યાં ટૂરિસ્ટને હિંડિંબા મંદિર, મનુ મંદિર અને વશિષ્ઠ કુંડની યાત્રા કરાવવામાં આવશે. ચોથા દિવસે ટૂરિસ્ટ શિમલા માટે કૂચ કરશે. જ્યાં અન્ય દર્શનીય સ્થળો પર ફરવાની તક મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે