London in India: ઝારખંડના જંગલો વચ્ચે છુપાયેલું છે ભારતનું લંડન, હનીમૂન માટે આનાથી સારી જગ્યા નહીં મળે

London in India: જો તમે પણ ભારતમાં જ હનીમૂન માટે સારી જગ્યા શોધી રહ્યા હોય તો આજે તમને એક ઓફબીટ જગ્યા વિશે જણાવીએ જેના વિશે ઓછા લોકો જાણે છે. આ એક શાનદાર જગ્યા છે જે તમને ભારતમાં જ લંડનવાળી ફિલીંગ કરાવશે. 

London in India: ઝારખંડના જંગલો વચ્ચે છુપાયેલું છે ભારતનું લંડન, હનીમૂન માટે આનાથી સારી જગ્યા નહીં મળે

London in India: જો તમે ઓછા ખર્ચે અને ભારતમાં જ એવી જગ્યા ફરવા માંગો છો જ્યાં વાતાવરણથી લઈને જગ્યાઓ પણ વિદેશમાં હોય તેવો અનુભવ કરાવે તો આજે તમને બેસ્ટ ઓપ્શન જણાવીએ. ભારતમાં જ રહીને તમે લંડન જેવી જગ્યાની મજા માણી શકો છો. જો તમે હનીમૂન માટે કે પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છો તો એક વખત ઝારખંડમાં આવેલી આ જગ્યાની મુલાકાત લેવી. આ જગ્યા જોઈને તમને પણ લંડનવાલી ફીલિંગ ભારતમાં જ આવશે. અહીં જઈને તમને ખરેખર થશે કે આ જગ્યા ભારતમાં જ છે. સૌથી સારી વસ્તુ એ છે કે વિદેશ જેવી જગ્યાએ તમે ખૂબ જ ઓછા ખર્ચે ફરવા જઈ શકો છો. 

જે હનીમૂન ડેસ્ટિનેશનની અહીં વાત થઈ રહી છે તે છે મૈક્લુસ્કીગંજ. આ જગ્યા ઝારખંડની રાજધાની રાંચી થી 40 km દૂર છે આ એક નાનકડી જગ્યા છે જે પર્વત અને જંગલથી ઘેરાયેલી છે. જેના કારણે અહીં અદભુત સુંદરતા જોવા મળે છે. પ્રાકૃતિક સુંદરતાની સાથે અહીં જૂના બ્રિટિશ મહેલ પણ જોવા મળે છે 

મૈક્લુસ્કીગંજને ઝારખંડનું મીની લંડન પણ કહેવાય છે. જોકે આ જગ્યા લંડન જેટલી મોંઘી નથી. અહીં તમે ખૂબ જ સસ્તામાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ જગ્યા વાસ્તુ કલાનો અદભુત નમૂનો છે પ્રકૃતિ પ્રેમી અહીં ફરીને નિરાશ નહીં થાય. મૈક્લુસ્કીગંજ જંગલની વચ્ચે આવેલું છે જેમાં ચારથી પાંચ સુંદર નદીઓ વહેતી જોવા મળે છે. જો એક વખત તમે ઝારખંડના મૈક્લુસ્કીગંજની મુલાકાત લીધી તો હિમાચલ અને ઉત્તરાખંડના હિલ સ્ટેશનને પણ ભૂલી જશો. 

જો તમે અહીં હનીમૂન માટે આવો છો તો ખૂબ જ ઓછા ખર્ચે તમે ત્રણ દિવસ સુધી ફરી શકો છો. આવી રહેવા માટે હજાર રૂપિયાથી સારી એવી વ્યવસ્થા મળી જાય છે. અહીં તમે ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકો છો. રહેવા માટે અને ખાવા પીવા માટે અલગ અલગ જગ્યાઓ અહીં ઉપલબ્ધ છે. અહીં તમે બે થી ત્રણ દિવસની ટ્રીપ 5000 માં પૂરી કરી શકો છો. 

મૈક્લુસ્કીગંજની નજીક અલગ અલગ જગ્યાઓ પણ આવેલી છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. અહીં પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે રાંચીથી લોહગઢ. તમે ફ્લાઈટ લેવાના હોય તો રાંચી સુધી ડાયરેક્ટ ફ્લાઈટ મળી જાય છે અને ત્યાર પછી બાય રોડ તમે આ જગ્યાએ પહોંચી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news