વજન ઘટાડનાર અસરકારક મેજિક ડ્રિંક, સવારે ખાલી પેટ પીવો તો થશે ડબલ અસર
Weight Loss Water: વજન ઘટાડવાની પ્રક્રિયા ખુબ ધીમી હોય છે. પરંતુ ડાઇટમાં કેટલીક ખાસ વસ્તુ સામેલ કરી ઝડપથી વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે અમે તમને એક મેજિક ડ્રિંક્સ વિશે જણાવી રહ્યાં છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ વજન વધારવું જેટલું સરળ છે તેને ઘટાડવાનું કામ એટલું મુશ્કેલ થઈ જાય છે. ડાઇટ, એક્સરસાઇઝ અને બહારનું ખાવા-પીવાનું છોડી ઘણા મહિનાઓ બાદ શરીર પર અસર દેખાય છે. બેઠા-બેઠા કામ કરવાને કારણે મોટાપો વધે છે. તેવામાં લોગો ફિટનેસ અને વજનને કંટ્રોલ કરવા માટે અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. કેટલાક લોકો ઘરેલૂં ટિપ્સ અજમાવે છે તો કોઈ ડોક્ટરની મદદ લે છે. પરંતુ વજન ઘટાડવા માટે કેટલીક એવી ટિપ્સ પણ છે, જેનો ઉપયોગ પહેલાના સમયમાં લોકો કરતા હતા. જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છો છો તો અમે તમને એક એવા મેજિક ડ્રિંક્સ વિશે જણાવી રહ્યાં છીએ, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. આ સાથે તેનાથી શરીરને ફાયદા મળે છે. આવો જાણીએ આ મેજિક ડ્રિંક્સ વિશે.
શું છે આ મેજિક ડ્રિંક્સ
આ મેડિક ડ્રિંક્સ બીજુ કંઈ નહીં પરંતુ હીંગનું પાણી છે. હીંગવાળું પાણી પીવાથી મોટાપો ઝડપથી દૂર થવા લાગે છે. હીંગમાં એવા તત્વો હોય છે, જે પેટ અને પાચનને મજબૂત બનાવે છે. હીંગમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, આયરન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે. તેથી કહેવામાં આવે છે કે હીંગનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હીંગનું પાણી મેટાબોલિઝ્મને ઠીક રાખે છે અને મોટાપો ઘટાડે છે.
હીંગનું પાણી પીવાના ફાયદા
મેટાબોલિઝ્મ વધારે- જો તમે સવારે હીંગનું પાણી પીવો છો તો તેનાથી મેટાબોલિઝ્મ તિવ્ર થાય છે. હીંગનું પાણી પીવાથી શરીરમાં સ્ફુર્તી આવે છે અને તેનાથી મોટાપો ઘટાડવામાં મદદ મળે છે.
ચરબી ઘટાડે- હીંગમાં એવા ઘણા તત્વો હોય છે, જે શરીરમાં જામેલી ચરબીને ધીમે ધીમે ઘટાડે છે. તેથી વજન ઘટાડવા માટે હીંગનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે.
ડાયાબિટીસમાં ફાયદારાકર- ડાયાબિટીસના દર્દીઓ માટે પણ હીંગનું પાણી ફાયદાકારક છે. તેમાં હઇપોગ્લાઇસેમિક હોય છે, જે બ્લડ સુગરનું લેવલ ઘટાડે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ હીંગનું પાણી પીવું જોઈએ.
ગેસ એસિડિટી કરે દૂર- પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે હીંગનું પાણી. દરરોજ હીંગનું પાણી પીવાથી ગેસ, સોજા અને પેટના દુખાવામાં રાહત મળે છે.
કઈ રીતે બનાવશો હીંગનું પાણી
1 ગ્લાસ પાણી લો
પાણીમાં 1 ચપટી હીંગ મિક્સ કરો
આ પાણી થોડું ગરમ કરી લો
તૈયાર છે હીંગનું પાણી
તેનું સવારે ખાલી પેટ સેવન કરો
સ્વાદ માટે તેમાં તમે થોડો ગોળ કે લીંબુનો રસ મિક્સ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે