Success Story: વાત છે એક મહિલા IAS ઓફિસરના સંઘર્ષની! કેવી રીતે મુશ્કેલ સ્થિતિમાં ક્રેક કરી UPSC?

Priya Rani UPSC: BIT મેસરામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી પ્રિયા રાનીએ UPSCની તૈયારી શરૂ કરી.

Success Story: વાત છે એક મહિલા IAS ઓફિસરના સંઘર્ષની! કેવી રીતે મુશ્કેલ સ્થિતિમાં ક્રેક કરી UPSC?

UPSC Success Story: બિહારની રહેવાસી પ્રિયા રાનીની જિંદગીની શરૂઆત ખુબ મુશ્કેલીમાં થઈ. જ્યારે તે નાીની હકી, ત્યારે ગામજનો તેમના અભ્યાસ વિરુદ્ધ હતા. પરંતુ તેમણે હિમ્મત હારી નહીં અને પોતાના માતા પિતાની સાથે શહેર આવીને રહેવા લાગી. તેમના માતા પિતાએ તનતોડ મહેનત કરી, જેથી પ્રિયા ભણી શકે. આજે જે લોકોએ તેના અભ્યાસનો વિરોધ કર્યો હતો, એ જ લોકો તેની સફળતાનો જશ્ન મનાવી રહ્યા છે. પ્રિયા રાની હવે એક આઈએએસ અધિકારી છે અને સોશિયલ મીડિયા પર ખુબ જ ફેમસ છે. તેમની સ્ટોરી ખુબ જ મોટિવેટ કરનારી છે.

પ્રિયા રાની ફુલવારી શરીફના કુડકુરી ગામમાંથી આવે છે. તેણે UPSC પરીક્ષામાં 69મો રેન્ક મેળવીને બિહારનું ગૌરવ વધાર્યું. ગામમાં ઉછરેલી પ્રિયાને તેના અભ્યાસ માટે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો, પરંતુ તેના દાદાએ તેમનો પુરેપૂરો સાથ આપ્યો અને પ્રિયાને અભ્યાસમાં મદદ કરી. તેમના નિશ્ચય અને સમર્પણને કારણે જ પ્રિયા આજે IAS ઓફિસર બની છે. પ્રિયા જણાવે છે કે લગભગ 20 વર્ષ પહેલા તેમના દાદા તેમને સારા અભ્યાસ માટે પટના લઈ ગયા હતા. તે સમયે ગામમાં કન્યા કેળવણીનો ઘણો વિરોધ થયો હતો, પરંતુ તેના દાદા અને પિતાએ તેને છોડ્યો ન હતો. પ્રિયાએ પટનામાં ભાડાના મકાનમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

બીઆઈટી મેસરામાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી પ્રિયા રાનીએ યૂપીએસસીવી તૈયારી શરૂ કરીય બીજા પ્રયાસમાં તેણે ઈન્ડિયન ડિફેન્સ સર્વિસમાં નોકરી મળી ગઈ, પરંતુ આઈએએસ બનવાનું તેમનું સપનું અધરું રહી ગયું. ત્રીજા ટ્રાયમાં પણ અસફળ રહ્યા પછી રણ તેમણે હિમ્મત હારી નહોતી. આખરે ચોથા પ્રયાસમાં તેમના મનની ઈચ્છા પુરી કરી અને આઈએએસ બની ગઈ.

પ્રિયા રાની કહે છે કે તેમની સફળતાનું રહસ્ય છે નિયમિત અભ્યાસ અને મહેનત. તે રોજ સવારે 4 વાગે ઉઠીને ભણતી હતી. તેમણે ઈકોનોમિક્સને મેન વિષય બનાવ્યો અને NCERTના પુસ્તકો અને અખબાર પર ધ્યાન આપ્યું. તેમનું માનવું છે કે શિક્ષા જ જિંદગીની સૌથી મોટી સંપત્તિ છે. તે યુવાનોને સલાહ આપે છે કે તે પોતાના ટાર્ગેટ પ્રતિ સમર્પિત રહી અને મહેનત કરી. પ્રિયાની કહાની આખા બિહાર માટે પ્રેરણારૂપ બની ગઈ છે. તે કહે છે કે દરેક છોકરીઓ ઘણું બધુ કરી શકે છે અને તેમણે પોતાના સપનાઓને પુરા કરવા માટે હંમેશાં પ્રોત્સાહિત કરવી જોઈએ. સમાજમાં છોકરીઓની શિક્ષા અને આગળ વધવું ખુબ જરૂરી છે.

જે લોકો પહેલા તેના અભ્યાસનો વિરોધ કરતી હતી, તે હવે તેમની સફળતા પર ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. પ્રિયાએ સાબિત કરી દીધું કે મહેનત અને લગનથી કોઈ પણ મુકામ પર પહોંચી શકાય છે. તેમની કહાનીએ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને કેવી રીતે હિમ્મત અને લગનથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. જે લોકોએ ક્યારેય તેમના પર ભરોસો કર્યો નહોતો, તે પણ હવે પ્રિયાની સફળતાનો જશ્ન મનાવી રહ્યા છે, જે દેખાડે છે કે શિક્ષા અને દ્દઢ ઈચ્છાશક્તિ કેટલી શક્તિશાળી હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news