આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ...

કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ કે, 60 વર્ષ બાદ રોટલીઓ મ્યૂઝિયમમાં જોવા મળશે. કેમ કે, રોટલીઓ ખાવામાં નહિ આવે. કારણ કે, તે બનાવવામાં જ નહિ આવે. આવું થશે ગ્લોબલ વોર્મિંગને કારણે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થશે અને બાદમાં પરિસ્થિતિ એટલી બગડી જશે કે, ઘઉંથી રોટલીઓ બનાવવાની વિતેલા દિવસોની યાદગીરી બની જશે. 
આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ...

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એ કે, 60 વર્ષ બાદ રોટલીઓ મ્યૂઝિયમમાં જોવા મળશે. કેમ કે, રોટલીઓ ખાવામાં નહિ આવે. કારણ કે, તે બનાવવામાં જ નહિ આવે. આવું થશે ગ્લોબલ વોર્મિંગને કારણે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થશે અને બાદમાં પરિસ્થિતિ એટલી બગડી જશે કે, ઘઉંથી રોટલીઓ બનાવવાની વિતેલા દિવસોની યાદગીરી બની જશે. 

અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન બન્યું

રિસર્ચમાં મળી માહિતી 
પ્રદૂષણ પર કરવામાં આવેલ રિસર્ચમાં આ માહિતી સામે આવી છે. જેના અુસાર, 10 વર્ષોમાં હવામાં કાર્બન ડાયોક્સાઈડ એટલે કે સીઓટુની માત્રા દર વર્ષમાં 1 પીપીએમનો વધારો થઈ રહ્યો છે. જો આ ક્રમને રોકવામાં ન આવ્યું અને આવુ જ ચાલતુ રહેશે તો આગામી 60 વર્ષોમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વિકરાળ બની જશે. જેનો પ્રભાવ પ્રોટીન અને સ્ટાર્ચ પર પડશે. 

રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?

શું થશે તેનું પરિણામ
કાર્બન ડાયોક્સાઈડની માત્રા ઘઉંના અંદર રહેલ સ્ટાર્ચને વધારશે પ્રોટીન પર તેની ખસર અસર જોવા મળશે. ઘઉંમાં ગ્લુટેનિન નામનું એક પ્રોટીન હોય છે, જે પોતાના ચીપકવાળા ગુણને કારણે લોટ બાંધવો શક્ય બનાવે છે. જો ગ્લુટેનિનમાં ઘટાડો થયો તો લોટમાંનું ચીપચીપુપણું ઘટી જશે. ત્યારે લોટ બાંધવો અશક્ય બની જશે. તેમજ રોટલી બનાવવી અને રોટલીઓ ખાવી પણ એક સપનુ બની જશે.

પર્યાવરણ વૈજ્ઞાનિકોનું અનુમાન
પર્યાવરણ વૈજ્ઞાનિકોએ પર્યાવરણમાં સીઓટુ એમિશન પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વાયુ પ્રદૂષણની અસર સીધી માટી પર પડશે. ત્યારે ઘઉંની ગુણવત્તામાં ઘટાડો આવવા લાગશે. ઘઉ વધુ પાતળા બનશે અને તેની આંતરિક સંરચના પર પ્રતિકૂળ અસર પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news