... તો સેનાને 'મર્યાદા' શિખવશે ઓવૈસી, આર્મી ચીફના નિવેદન પર વિપક્ષનું રાજકારણ કેમ

હિંસક વિરોધ પર સેના પ્રમુખના નિવેદન પર રાજકીય ગરમી આવી ગઈ છે. ઓવૈસીએ આર્મી ચીફની ઓફિસને મર્યાદામાં રહેવાની શીખ આપી છે. 

... તો સેનાને 'મર્યાદા' શિખવશે ઓવૈસી, આર્મી ચીફના નિવેદન પર વિપક્ષનું રાજકારણ કેમ

નવી દિલ્હીઃ હિંસક વિરોધ પર સેના પ્રમુખ બિપિન રાવત (Bipin Rawat)ના નિવેદન પર રાજકારણમાં ગરમી આવી ગઈ છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ આર્મી ચીફને ઓફિસ સુધી સીમિત રહેવાની શિખામણ આપી છે.  તો જેડીયુ નેતા કેપી ત્યાગીનું માનવું છે કે, સેના પ્રમુથ હોવાને કારણે તેમણે રાજકીય નિવેદનથી દૂર રહેવું જોઈએ. જનરલ રાવતે કહ્યું હતું- નેતૃત્વનો અર્થ છે યોગ્ય દિશામાં લઈ જવા, તે નથી જે કોલેજમાં દેખાઈ રહ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે, નેતૃત્વનો અર્થ થાય છે નેતા જે યોગ્ય દિશામાં લઈ જાય, લોકોને યોગ્ય સલાહ આપે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સેના પ્રમુખે સેનાના જવાનોની પ્રશંસા કરી હતી. સવાલ ઉઠે છે કે સેનાને અભિવ્યક્તિની આઝાદીનો હક કેમ નહીં?

સવાલ આ પણ છે
1. સેનાના 'શાંતિ મિશન' પર વિપક્ષનું ગ્રહણ?
2. સેનાને અભિવ્યક્તિની આઝાદીનો હક નથી?
3... તો હવે સેનાની મર્યાદા નક્કી કરશો?
4. સેનાના શાંતિ સંદેશ પર રાજકારણ કેમ?

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જનરલ રાવતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આર્મી ચીફે જે વાત કરી છે તેઓ બોલીને મોદી સરકારને નબળી કરી રહ્યાં છે. પ્રદર્શનમાં શું કરવું છે તમારે, આ તો સરકારને નબળી કરી રહ્યાં છે. આ તો સરકારનું અપમાન થઈ રહ્યું છે આ પ્રકારના નિવેદન આપીને. સવાલ છે કે શું હવે તેનાની મર્યાદા નક્કી કરશો?

રાહુલના નિવેદન પર ભાજપનો પલટવાર, 'કોઈ જ્ઞાન નથી છતાં દરેક વિષય પર બોલવું છે'

જે આગ લગાવશે તે જ નેતા કહેવાશે?
નાગરિકતા કાયદા પર દિલ્હીમાં થયેલી હિંસાને લઈને ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં છે. અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં અશાંતિ ફેલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ ભ્રમ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. ગૃહપ્રધાને પણ હિંસક પ્રદર્શનોની ટીકા કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, 'હું કહેવા ઈચ્છું છું કે કોંગ્રેસ પાર્ટી, તેમના નેતૃત્વમાં ટુકડે-ટુકડે ગેંગ' જે દિલ્હીમાં અશાંતિ માટે જવાબદાર છે. તેને દંડ આપવાનો સમય આવી ગયો છે, દિલ્હીની જનતાએ દંડ આપવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news