J&J Vaccine Price: ભારતમાં કેટલા રૂપિયામાં મળશે જોનસન એન્ડ જોનસનની વેક્સિન, જાણો વિગત

રોયટર્સમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે હજુ તે વિશે કંઈ કહી શકાય નહીં કે ભારતમાં આ વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે. કંપનીએ રોયટર્સને જણાવ્યું કે, હજુ વેક્સિનની ડિલિવરી પર કોઈ કમિટમેન્ટ ન આપી શકાય. 
 

J&J Vaccine Price: ભારતમાં કેટલા રૂપિયામાં મળશે જોનસન એન્ડ જોનસનની વેક્સિન, જાણો વિગત

નવી દિલ્હીઃ J&J Vaccine Price: અમેરિકી કંપની જોનસન એન્ડ જોનસનની વેક્સિનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિંગલ ડોઝ વેક્સિન છે, એટલે કે માત્ર એક ડોઝ લગાવવાથી કામ થી જશે. તેની જાહેરાત ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી છે. આમ તો આ વાત કોઈ નવો ખુલાસો નથી કે આ વેક્સિનની કિંમત (price of Johnson and Johnson single shot vaccine) ભારતમાં શું હશે, પરંતુ પાછલા દિવસોમાં આવેલા એક રિપોર્ટે તેની કિંમતનો એક અંદાજ લગાવ્યો હતો. આશા કરવામાં આવી રહી છે કે રસીની કિંમત તેની આસપાસ હશે.  

કેટલા રૂપિયામાં મળશે જોનસ એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિન?
જોનસન એન્ડ જોનસનની સિંગલ શોટ વેક્સિનની કિંમતને લઈને હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ પાછલા દિવસોમાં એક અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં આ વેક્સિન 25 ડોલર એટલે કે આશરે 1855 રૂપિયામાં મળી શકે છે. તેને લગાવવાનો ખર્ચ 150 રૂપિયા આવશે અને બની શકે કે તમારે જીએસટીની ચુકવણી પડે. તેવામાં આ વેક્સિન તમને ઓછામાં ઓછા 2000 રૂપિયામાં પડી શકે છે. 

ભારતમાં ક્યાં સુધી ઉપલબ્ધ થશે આ વેક્સિન?
રોયટર્સમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે હજુ તે વિશે કંઈ કહી શકાય નહીં કે ભારતમાં આ વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે. કંપનીએ રોયટર્સને જણાવ્યું કે, હજુ વેક્સિનની ડિલિવરી પર કોઈ કમિટમેન્ટ ન આપી શકાય. આ એટલા માટે કે કંપનીએ પહેલા સરકારની સાથે સપ્લાય એગ્રિમેન્ટ કરવો પડશે, જેમાં ઘણી કાયદાકીય અડચણો પણ છે. જૂનમાં જ મોર્ડનાની વેક્સિનને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મળી હતી, પરંતુ કેટલીક કાયદાકીય અડચણોને કારણે આ વેક્સિન હજુ ભારતમાં ઉપલબ્ધ થઈ શકી નથી. 

બાકી વેક્સિનથી કેટલી અલગ છે?
J&J ની વેક્સિન નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સિન છે. તેનો અર્થ એ છે કે વેક્સિનની અંદરનું જેનેટિક મટીરિયલ શરીરની અંદર પોતાની કોપીઝ બનાવશે નહીં. તે એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો તે પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરે છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે સ્ટોર કરી શકાય છે. ખુલી ચુકેલા વાયલ્સ 9 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન વચ્ચે 12 કલાક સુધી રાખી થયા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસે કર્યો દાવો- રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ, ટ્વિટરે કર્યો ઇનકાર, હવે પાર્ટીએ કરી સ્પષ્ટતા
 
કઈ રીતે બની અને કઈ રીતે કામ કરે છે વેક્સિન?
જોસનસ એન્ડ જોનસનની વેક્સિન કોવિડ-19 આપનાર SARS-CoV-2 વાયરસના જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. તેને Ad26.COV2.S કહે છે. આ વાયરસના જેનેટિક કોડનો પ્રયોગ સ્પાઇક પ્રોટીન બનાવવા માટે કરે છે. ઘણી અન્ય વેક્સિન પણ આ રીતે પ્રોટેક્શન પ્રદાન કરે છે. 

એકવાર શરીરમાં વેક્સિન પહોંચી જાય તો આ બીમારી વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવાનો નિર્દેશ આપે છે. કારણ કે વેક્સિનમાં વાયરસનું પૂરુ જેનેટિક મટીરિયલ ન હોય, તેથી તે લોકોને બીમાર બનાવી શકતી નથી. તેવામાં જ્યારે ઇમ્યુન સિસ્ટમ જે એન્ટીબોડી બનાવે છે, તે અસલ વાયરસની ઓળખ કરે છે અને તેની સામે લડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news