Weather Update: મેઘરાજા કેમ રિસાયા...શું સપ્ટેમ્બર પણ સૂકો જશે? ઓછા વરસાદનું આ રહ્યું ચોંકાવનારું કારણ!

Gujarat Weather Update: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા 60 ટકા ઓછો છે.ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જૂન જુલાઈ દરમિયાન મન મૂકીને વરસ્યા બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજાએ વિરામ મૂકી દીધો એવું લાગી રહ્યું છે.

Weather Update: મેઘરાજા કેમ રિસાયા...શું સપ્ટેમ્બર પણ સૂકો જશે? ઓછા વરસાદનું આ રહ્યું ચોંકાવનારું કારણ!

Gujarat Weather Update: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા 60 ટકા ઓછો છે. બીજા શબ્દોમાં કહીએ તો દિલહી માટે આ અત્યાર સુધીનો બીજો સૌથી સુસ્ત ઓગસ્ટ મહિનો રહ્યો છે. 

ગુજરાતમાં શું છે સ્થિતિ
હવામાન વિભાગે સોમવારે જે માહિતી આપી  તે મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જ્યારે નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 4 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે. હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. ઉપરથી આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ રહ્યો છે. 

ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જૂન જુલાઈ દરમિયાન મન મૂકીને વરસ્યા બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજાએ વિરામ મૂકી દીધો એવું લાગી રહ્યું છે. જૂનમાં 9.56,  જુલાઈમાં 17.66 ઈંચ બાદ અત્યાર સુધીમાં માંડ 1 ઈંચ વરસાદ પડ્યો છે. અલ નિનોની અસરને પગલે મેઘરાજાનો આ આરામ હજુ લંબાય તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી પણ કરાઈ છે. ચાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી. સપ્ટેમ્બર પણ સૂકો રહી શકે છે. 

છેલ્લા 24 કલાકમાં દેશમાં આ રહ્યું હવામાન
દેશમાં છેલ્લા 24 કલાકમાં હવામાનની વાત કરીએ તો પૂર્વોત્તર ભારત અને આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડ્યો. પશ્ચિમી હિમાલય, ઉત્તર પંજાબ અને હરિયાણા, મધ્ય પ્રદેશ, આંતરિક કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ પડ્યો. સિક્કિમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા, મરાઠાવાડાના કેટલાક ભાગો, તેલંગણા, દક્ષિણ છત્તીસગઢ, ઉત્તર તમિલનાડુ, અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડ્યો. 

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ દિલ્હી એનસીઆર માટે અત્યાર સુધીનો સૌથી સુસ્ત ઓગસ્ટ ગત વર્ષે રહ્યો હતો. જ્યારે ફક્ત 42.2 મિમી વરસાદ પડ્યો હતો. જો સૌથી વધુ ઓગસ્ટમાં વરસેલા વરસાદની વાત કરીએ તો તે 1961નું વર્ષ હતું જ્યારે દિલ્હીમાં 583.3 મિમી વરસાદ વરસ્યો હતો. એજન્સીના જણાવ્યાં મુજબ સામાન્ય રીતે ઓગસ્ટમાં મોનસૂન ટ્રફ રાજધાની શહેરની નજીક રહે છે જેના કારણે સારો વરસાદ પડે છે. જો કે આ વખતે મોનસૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિથી વધુ ઉત્તર તરફ રહ્યું અને તલહટી તરફ ખેંચાઈ ગયું. 

ઓગસ્ટમાં વરસાદ ન પડવાનું કારણ
આ સાથે જ ખાડીમાં કોઈ મોનસૂન સિસ્ટમ ન બની જે દિલ્હી અને  તેની આજુબાજુના વિસ્તારો સુધી પહોંચી શકે. આ ઉપરાંત કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહતું જેના પરિણામ સ્વરૂપે દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડી શકતો હતો. એટલે સુધી કે ઓગસ્ટના બાકી બચેલા 3 દિવસમાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સારા વરસાદની ઓછી આશા છે. જેનાથી આંકડામાં સુધારો થઈ શકે છે. 

આજે ક્યાં પડી શકે છે વરસાદ
એજન્સીના જણાવ્યાં મુજબ આજે ઉત્તર પંજાબ અને હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ, આંતરિક કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. સિક્કીમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા તથા તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, લક્ષદ્વિપ અને આંદમાન તથા નિકોબાર દ્વિપ સમૂહમાં કેટલાક સ્થળો પર વરસાદ વરસી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news