શિયાળામાં વાવાઝોડું? આ 7 રાજ્યોમાં તબાહી મચવાના એંધાણ, આ રાજ્યોમાં ઠંડીનો કહેર જોવા મળશે
પહાડી વિસ્તારોમાં જ્યાં ભારે બરફવર્ષા થઈ રહી છે ત્યાં મેદાની વિસ્તારોમં ધુમ્મસ અને કોલ્ડવેવની એલર્ટ છે. આ બધા વચ્ચે ચક્રવાતી તોફાન પણ વારંવાર ત્રાટકી રહ્યા છે. જે દક્ષિણી રાજ્યોમાં વરસાદ લાવી રહ્યા છે. એકવાર ફરીથી ચક્રવાતી તોફાનની દસ્તક છે.
Trending Photos
દેશમાં ઠંડીએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. પહાડી વિસ્તારોમાં જ્યાં ભારે બરફવર્ષા થઈ રહી છે ત્યાં મેદાની વિસ્તારોમં ધુમ્મસ અને કોલ્ડવેવની એલર્ટ છે. આ બધા વચ્ચે ચક્રવાતી તોફાન પણ વારંવાર ત્રાટકી રહ્યા છે. જે દક્ષિણી રાજ્યોમાં વરસાદ લાવી રહ્યા છે. એકવાર ફરીથી ચક્રવાતી તોફાનની દસ્તક છે. ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ પણ જાહેર કરી છે.
શ્રીલંકા તટથી દૂર બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં એક વેલ માર્ક લો પ્રેશર એરિયા બનેલો છે. જેની ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન ફેલાયેલું છે. જે જલદી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ શ્રીલંકા-તમિલનાડુના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી શકે છે. જેના કારણે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગાજ વીજ સાથે વરસાદ પડી શકે અને વીજળી થઈ શકે છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
આઈએમડીના જણાવ્યાં મુજબ તમિલનાડુ, પુડુચેરી, અને કરાઈકલમાં 12-13, 16, અને 17 ડિસેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબાર ટાપુઓમાં પણ ચક્રવાતી તોફાનની અસર જોવા મળી શકે છે. જ્યાં ગુરુવારે વરસાદ પડી શકે છે. દક્ષિણ કર્ણાટકના કેટલાક સ્થળો પર વરસાદની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.
આ રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ
બીજી બાજુ ઉત્તર પશ્ચિમ અને તેની નજીક મધ્ય ભારતમાં આગામી 5 દિવસ દરમિયાન કોલ્ડ વેવની શક્યતા છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મણિપુર અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે