દિલ્હીમાં ધમાલ, 3 બસ ફૂંકી મારી, પોલીસે કહ્યું-તૈયારી કરીને આવ્યાં હતાં કેટલાક ઉપદ્રવીઓ

કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ જામિયા (Jamia) નજીક આવેલા જસોલામાં 3 બસો ફૂંકી મારી અને આગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઉપર પણ હુમલો કરી દીધો. હિંસા પર ઉતરી આવેલા લોકોએ ફાયર ફાઈટર્સ ઉપર પણ હુમલો કરી દીધો જેમાં બે ફાયરકર્મીઓ ઘાયલ થયા છે. 

દિલ્હીમાં ધમાલ, 3 બસ ફૂંકી મારી, પોલીસે કહ્યું-તૈયારી કરીને આવ્યાં હતાં કેટલાક ઉપદ્રવીઓ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) વિરુદ્ધ પૂર્વોત્તર અને પશ્ચિમ બંગાળ (West Bengal) બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) જામિયાન અને શાહીન બાગ વિસ્તારમાં પણ હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયા છે. કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ જામિયા (Jamia) નજીક આવેલા જસોલામાં 3 બસો ફૂંકી મારી અને આગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઉપર પણ હુમલો કરી દીધો. હિંસા પર ઉતરી આવેલા લોકોએ ફાયર ફાઈટર્સ ઉપર પણ હુમલો કરી દીધો જેમાં બે ફાયરકર્મીઓ ઘાયલ થયા છે. 

ઘટનાસ્થળ પર પોલીસકર્મીઓ પર જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો. હુમલામાં 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે હુમલા બાદ અનેક ઉપદ્રવીઓ યુનિવર્સિટીમાં ઘૂસી ગયાં. તેમને પકડવા માટે પોલીસફોર્સે યુનિવર્સિટી પરિસરની અંદર જવું પડ્યું. 

તૈયારી સાથે આવ્યાં હતાં ઉપદ્રવીઓ
ડીસીપી સાઉથ ઈસ્ટ દિલ્હી ચિન્મય બિસ્વાલે જણાવ્યું કે કેટલાક પ્રદર્શનકારીઓ તૈયારી સાથે આવ્યાં હતાં. તેમણે જ બસોમાં આગ લગાડી. ઉપદ્રવીઓને ખદેડવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યાં. ડીસીપીએ કહ્યું કે આ સમગ્ર પ્રદર્શન દરમિયાન 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં. આ બાજુ તેમણે પ્રદર્શનકારીઓ પર કોઈ પણ પ્રકારના ફાયરિંગની વાતની ના પાડી દીધી. 

દિલ્હી પોલીસના ઓફિસરે કહ્યું કે નાગરિકતા કાયદાનો વિરોધ કરવા માટે બપોરે 2 હજારથી વધુ લોકો ભેગા થયા હતાં. સાંજ થતા તો પ્રદર્શનકારીઓ ઉગ્ર થઈ ગયાં અને તેમણે બાઈકો અને બસોમાં આગ લગાડી. ત્યારબાદ તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો. 

આ બાજુ યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે હિંસામાં તેમના વિદ્યાર્થીઓ સામેલ નથી. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર વસીમ અહેમદનો આરોપ છે કે પોલીસ દ્વારા બળપૂર્વક પરિસરમાં પ્રવેશ કરાયો છે. કોઈ મંજૂરી લેવાઈ નથી. અમારા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની પીટાઈ થઈ થઈ રહી છે અને પરિસર છોડવા માટે મજબુર કરાઈ રહ્યાં છે. 

મેટ્રો સ્ટેશન બંધ
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી વિસ્તારની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ઉગ્ર પ્રદર્શન અને પથ્થરમારાના કારણે સરિતા વિહાર કાલિન્દી કૂંજ રોડ પર બંને બાજુ લાંબો ટ્રાફિક જામ જોવા મલળ્યો. પ્રદર્શનકારીઓએ અંગત વાહનો ઉપરાંત સરકારી સંપત્તિને પણ ખુબ નુકસાન પહોંચાડ્યું છે. સુરક્ષા કારણોસર પોલીસે વિસ્તારના સુખદેવ વિહાર, આશ્રમ મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર-3 બંધ કરાવ્યો છે.સુખદેવ વિહારમાં ટ્રેનો રોકાશે નહીં. 

— ANI (@ANI) December 15, 2019

પોલીસ ઘટનાસ્થળે
સૂચના મળતા જ ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. સુરક્ષાકર્મીઓ હિંસક પ્રદર્શન કરી રહેલા ઉપદ્રવીઓને ટીયર ગેસના સેલ છોડીને ખદેડવામાં લાગ્યા છે. આ બાજુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ હોબાળો કરનારા લોકોને કાયદો  હાથમાં ન લેવાની અપીલ કરી રહ્યાં છે.

આરોપ પ્રત્યારોપ
ભાજપના નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. આપ ધારાસભ્યે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે તેઓ ઘટનાસ્થળ પર હાજર નહતાં. જ્યારે ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલના ઈશારે વિધાયક હિંસા ભડકાવી રહ્યા છે. 

હિંસામાં વિદ્યાર્થીઓ સામેલ નથી
જામિયાના શિક્ષકોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હિંસક પ્રદર્શનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો હાથ નથી. આ હિંસાની અમે ટીકા કરીએ છીએ. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) ને લઈને સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનની વ્યાપક અસર પૂર્વોત્તર (North-East) ના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. આસામ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. બંને રાજ્યોમાં હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news