ભ્રષ્ટાચાર મુદ્દે એક્શનમાં યુપી સરકાર: ગોંડા ફતેહપુરનાં DMને ફરજરિક્ત કરાયા
Trending Photos
લખનઉ : ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે ગોડા અને ફતેહપુરનાં ડીએમ સહિત ઘણા અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. ફતેહપુરનાં ડીએમ કુમાર પ્રશાંત અને ગોડાના જિલ્લાધિકારી જિતેન્દ્ર બહાદુર સિંહને તત્કાલ અસરથી સસ્પેંડ કરી દીધા છે. હાલ ફતેહપુરમાં આંજનેયકુમાર સિંહ અને ગોંડામાં પ્રભાંશુ શ્રીવાસ્તવ નવા ડીએમ બનાવવામાં આવ્યા છે.
શાસન સ્તરનાં અધિકારીઓએ જણાવ્યું કે, કુમાર પ્રશાંત અને જિતેન્દ્ર બહાદુરસિંહ વિરુદ્ધ અનિયમિતતા વર્તવા, બિનકાયદેસર ખનન સહિત ઘણા કેસમાં ભ્રષ્ટાચારની ફરિયાદો છેલ્લા લાંબા સમયથી આવી રહી હતી. સુત્રોનાં અનુસાર આ ફરિયાદોની તપાસ શાસન સ્તર પર કરાવવામાં આવી હતી.
આ કેસમાં દાખલ થશે ફરિયાદ
પ્રદેશ સરકાર તરફથી ઇશ્યું કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગોડામાં સરકારી ખાદ્યાન્ન વિતરણમાં ગોટાળાઓ કરવામાં આવ્યા આવ્યા. તેની ફરિયાદ ઉચ્ચાધિકારીઓને કરવામાં આવી, જો કે તેમણે કોઇ કાર્યવાહી કરી નહોતી. મુખ્યમંત્રી યોગીને જ્યારે આ અંગે માહિતી મળી તો તેમણે તેને ગંભીરતાથી લેતા ગોંડા જિલ્લાધિકારી જિતેન્દ્ર સિંહ અને જિલ્લા પુરવઠ્ઠા અધિકારી રાજીવ કુમારને ફરજરિક્ત કરી દીધા હતા.
ગોંડાના જિલ્લા ખાદ્ય વિપણન અધિકારી અજય વિક્રમસિંહને તત્કાલ પ્રભાવથી હાંકી કાઢવા અને સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય પણે નાના અધિકારીઓને દંડિત કરવામાં આવે છે, પરંતુ વરિષ્ઠ સ્તર પર જવાબદારી નિશ્ચિત હોય છે. જો વરિષ્ઠ સ્તર પર પ્રભાવિત સુનવણી અને કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતી ઉત્પન ન થાય. આ મુદ્દે કાર્યવાહીની પ્રભાવિ કાર્યવાહીનું ઉદાહરણ રજુ કરતા વરિષ્ઠ સ્તર પર જવાબદારી નિર્ધારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે