Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર
જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવતાની સાથે જ પાંચ લાખ ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) પાંચ લાખ ભારતીયો સહિત લગભગ એક કરોડ 10 લાખ એવા અપ્રવાસીઓ કે જેમની પાસે દસ્તાવેજ નથી તેમને અમેરિકી નાગરિકતા(Citizenship) આપવા માટે રોડમેપ તૈયાર કરશે. આ ઉપરાંત તેઓ વાર્ષિક ન્યૂનતમ 95,000 શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશ આપવાની પ્રણાલી પણ બનાવશે. બાઈડેનના અભિયાન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નીતિગત દસ્તાવેજમાં આ જાણકારી અપાઈ છે.
દસ્તાવેજમાં કહેવાયું છે કે 'તેઓ (બાઈડેન) જલદી કોંગ્રેસમાં એક legislative immigration reform પાસ કરાવવા પર કામ શરૂ કરશે જેના દ્વારા આપણી પ્રણાલીને આધુનિક બનાવવામાં આવશે. જે હેઠળ પાંચ લાખથી વધુ ભારતીયો સહિત લગભગ એક કરોડ 10 લાખ એવા અપ્રવાસીઓને અમેરિકાની નાગરિકતા આપવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેમની પાસે દસ્તાવેજ નથી.'
દસ્તાવેજ મુજબ, 'તેઓ અમેરિકામાં વાર્ષિક 1,25,000 શરણાર્થીઓને પ્રવેશ આપવા માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કરશે. આ ઉપરાંત તેઓ વાર્ષિક ન્યૂનતમ 95,000 શરણાર્થીઓને દેશમાં પ્રવેશ અપાવવા માટે કોંગ્રેસ સાથે કામ કરશે.'
(ઈનપુટ- ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે