અખિલેશ યાદવથી નારાજ છે કાકા શિવપાલ? લખનઉમાં સીએમ યોગી સાથે કરી મુલાકાત
શિવપાલ યાદવે બુધવારે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત સીએમ આવાસ પર થઈ છે. બંને નેતાઓ વચ્ચે આશરે 20 મિનિટ મુલાકાત ચાલી હતી.
Trending Photos
લખનઉ/ અજીત સિંહઃ એવા સમાચાર છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ આ દિવસોમાં નારાજ ચાલી રહ્યા છે. આ વચ્ચે સમાચાર આવી આવી રહ્યા છે કે શિવપાલ યાદવે મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત લખનઉમાં સીએમ હાઉસમાં થઈ છે.
20 મિનિટ ચાલી મુલાકાત
સૂત્રો પ્રમાણે બંને નેતાઓ વચ્ચે મુલાકાત 20 મિનિટ સુધી ચાલી હતી. તો શિવપાલ બાદ મુખ્યમંત્રીને મળવા માટે ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પહોંચ્યા હતા. મહત્વનું છે કે બુધવારે શિવપાલ યાદવે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મેં હાલ ગૃહના સભ્ય તરીકે શપથ લીધા છે. તેનાથી વધુ મારે કંઈ કહેવું નથી.
કાકા-ભત્રીજા વચ્ચે વિવાદ?
તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે બધુ બરાબર નથી. કાકા-ભત્રીજા વચ્ચે વિવાદના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. સપાએ શિવપાલ યાદવને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું નહીં.
આ કારણે નારાજ છે શિવપાલ
સૂત્રો પ્રમાણે શિવપાલ સપા પ્રમુખ અખિલેશના વલણથી નારાજ છે અને અપમાનિત અનુભવી રહ્યાં છે. તેમના નજીકના લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં સતત શિવપાલે અખિલેશ અને સપાના સમર્થનમાં દરેક પગલાં ભર્યા હતા. ત્યાં સુધી કે પોતાની પાર્ટીને કુરબાન કરી ખુદ પણ સાઇકલના નિશાન પર ચૂંટણી લડ્યા હતા. પોતાની પાર્ટીના નેતાઓને ટિકિટ અપાવવા માટે જે યાદી હતી તે અખિલેશને આપી દીધી હતી. તેમાંથી કોઈને ટિકિટ આપવામાં આવી નહીં. આ બધા મામલાથી શિવપાલ નારાજ ચાલી રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે