મહારાષ્ટ્રની 'સેક્યુલર' સરકારમાં હિન્દુત્વની એન્ટ્રી! સોનિયા ગાંધી-શરદ પવાર કરશે સ્વીકાર?
મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણમાં એકવાર ફરીથી હિન્દુત્વની એન્ટ્રી થઈ ગઈ છે. હજુ તો નવી સરકારને ગણતરીના 3 દિવસો થયા છે અને શિવસેનાએ હિન્દુત્વ મુદ્દે યુ ટર્ન લઈ લીધો છે. વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) એ જે કહ્યું કે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી ગઠબંધન માટે શુભ સંકેત નથી.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણમાં એકવાર ફરીથી હિન્દુત્વની એન્ટ્રી થઈ ગઈ છે. હજુ તો નવી સરકારને ગણતરીના 3 દિવસો થયા છે અને શિવસેનાએ હિન્દુત્વ મુદ્દે યુ ટર્ન લઈ લીધો છે. વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) એ જે કહ્યું કે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી ગઠબંધન માટે શુભ સંકેત નથી. જે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ આ સરકાર બની છે તે સરકાર બનાવવા માટે કોંગ્રેસ-એનસીપીએ શિવસેનાને હિન્દુત્વનો મુદ્દો છોડવા માટે કહ્યું હતું પરંતુ સરકાર બનતા જ શિવસેના (Shivsena) એ વળી પાછો હિન્દુત્વનો રાગ આલાપવાનું શરૂ કરી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પોતાની વાત પર કાયમ રહેવું એ જ હિન્દુત્વ છે. તેઓ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડશે નહીં. આવામાં એ સવાલ ઉઠે છે કે શું ઉદ્ધવનું હિન્દુત્વ સોનિયા-પવારને સ્વીકાર છે?
મહારાષ્ટ્રમાં હિન્દુત્વ વિરુદ્ધ સેક્યુલર
ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્રના નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે શિવેસનાનું હિન્દુત્વ હજુ પણ સોનિયાના ચરણોમાં નતમસ્તક છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજ કાલ સામના સોનિયા નામા થઈ ગયું છે અને ભગવા પર પંજો ચિપકી ગયો છે. આ બાજુ એનસીપી નેતા નવાબ મલિકનું કહેવું છે કે સેક્યુલરનો અર્થ થાય છે કે હિન્દુ- હિન્દુ રહેશે અને મુસલમાન- મુસલમાન રહેશે.
આ VIDEO પણ જુઓ...
ઉદ્ધવ સામે શું છે પડકારો?
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમની ખુરશી પર બિરાજમાન તો થઈ ગયા છે પરંતુ તેમની સામે અનેક મોટા પડકારો છે. પહેલો પડકાર વિભાગોની ફાળવણીનો છે. મંત્રીમંડળમાં કોને કઈ જવાબદારી આપવી તેને લઈને મંથન ચાલુ છે. બીજી બાજુ મોટો પડકાર ગઠબંધનને જાળવી રાખવાનો છે. CMPના આધારે સરકાર ચલાવવાની વાતો થઈ રહી છે પરંતુ શું ખરેખર એ શક્ય બનશે? એક મોટો પડકાર એ પણ છે કે કઈ પાર્ટીના ચૂંટણી વાયદા પૂરા થશે. મતદારોનો વિશ્વાસ જીતવો સરળ નહીં રહે. ખેડૂતોને કેટલું મોટું રાહત પેકેજ આપવા માટે ઉદ્ધવ ઠાકરે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તે પણ પડકાર છે જો કે હજુ સુધી કોઈ મોટી જાહેરાત થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે