UP: 2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી, Video મા જુઓ કેવી રીતે બચાવ્યો બેહોશ માતાનો જીવ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 2 વર્ષની બાળકીએ ગજબની સમજદારી દાખવતા તેની માતાનો જીવ બચાવી લીધો.

UP: 2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી, Video મા જુઓ કેવી રીતે બચાવ્યો બેહોશ માતાનો જીવ

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 2 વર્ષની બાળકીએ ગજબની સમજદારી દાખવતા તેની માતાનો જીવ બચાવી લીધો. બેહોશ માતાની મદદ કરવામાં અસહાય પુત્રી રેલવે સ્ટેશન પર હાજર આરપીએફના કોન્સ્ટેબલને તેમની આંગળી પકડીને માતા પાસે લઈ આવી. ત્યારબાદ મહિલાને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 2 વર્ષની દીકરી ઉપરાંત મહિલા સાથે 6 વર્ષનું બીજુ બાળક પણ હતું.. 

માસૂમ બાળકીએ સમયસર માતાને મદદ અપાવી
અત્રે જણાવવાનું કે 2 વર્ષની બાળકી જે બોલી પણ શકતી નહતી તેની સમજદારી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ મામલો હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. માસૂમે સમયસર માતાને મદદ અપાવી અને જીવ બચાવ્યો. 

મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી
સીનિયર આરપીએફ ઓફિસર મનોજકુમારે જણાવ્યું કે અમારા સ્ટાફને એક બાળકી મળી. જી તેમને બેહોશ માતા પાસે લઈ ગઈ. પીડિતાના તમામ ચેકઅપ થઈ ગયા છે. એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. હાલ તે સારવાર હેઠળ છે. 

જુઓ VIDEO

શું થયું હતું?
અત્રે જણાવવાનું કે રવિવારે સવારે લગભગ 8 વાગે એક મહિલા મુરાદાબાદ સ્ટેશન પર અચાનક બેહોશ થઈ ગઈ. તેની સાથે બે પુત્રીઓ હતી. જેમાંથી એકની ઉંમર લગભગ 2 વર્ષ અને બીજા બાળકની ઉંમર 6 મહિના હતી. માતા બેહોશ થઈ ગયા બાદ પહેલા તો માસૂમ બાળકી ખુબ રડી અને પછી થોડીવારમાં ઊભી થઈ અને સ્ટેશન પર હાજર આરપીએફની મહિલા કોન્સ્ટેબલને બોલાવી લાવી. 

ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલે પોતાની ટીમના અન્ય લોકોને બોલાવ્યા અને મહિલાને હોશમાં લાવવાની કોશિશ કરી. તરત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news