ગુજરાત બાદ આ રાજ્યના લોકોને મળી મોટી રાહત, ટ્રાફિક ચલણની રકમમાં 50થી 75% સુધીનો ઘટાડો

મોટર વ્હિકલ એક્ટ 2019ને લઈને દેશભરમાં ભારે હોબાળો મચેલો છે. આ બધા વચ્ચે ગુજરાત બાદ ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પણ સરકારે કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવિત ટ્રાફિક ચલણની રકમમાં 50થી 75 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 

ગુજરાત બાદ આ રાજ્યના લોકોને મળી મોટી રાહત, ટ્રાફિક ચલણની રકમમાં 50થી 75% સુધીનો ઘટાડો

દહેરાદૂન: મોટર વ્હિકલ એક્ટ 2019ને લઈને દેશભરમાં ભારે હોબાળો મચેલો છે. આ બધા વચ્ચે ગુજરાત બાદ ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પણ સરકારે કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવિત ટ્રાફિક ચલણની રકમમાં 50થી 75 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની સરકારે નવા નિયમોમાં ફેરફાર કરતા ડ્રાઈવિંગ લાઈસન્સ વગરના વાહન ચલાવવા પર છૂટ આપતા આ રકમને 2500 કરી દીધી છે. કેન્દ્ર સરકારે લાઈસન્સ વગર ગાડી ચલાવવાના દંડને 500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી દીધો હતો. 

આ ઉપરાંત લાઈસન્સ સસ્પેન્ડ કર્યા બાદ પણ વાહન ચલાવતા મળે તો પ્રદેશમાં 10,000 રૂપિયાની દંડની રકમની જગ્યાએ 5000 રૂપિયાનું ચલણ જ કપાશે એટલે કે 50 ટકાનો ઘટાડો, જ્યારે વાહન ચલાવતી વખતે મોબાઈલ ચલાવતા મળે તો પહેલીવાર 1000 રૂપિયા અને બીજીવાર 5000 રૂપિયાનું ચલણ કપાશે. 

ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદષણ સંબધિત માપદંડોના ભંગ બદલ કેન્દ્રએ 10,000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જેને રાજ્ય સરકારે પ્રથમ અપરાધ માટે 2500 રૂપિયા અને ત્યારબાદ 5000 રૂપિયા કરી દીધો છે. ગાડી ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા મળે તો નવા દંડની રકમ 5000 રૂપિયા હતી જેને ઉત્તરાખંડ સરકારે પ્રથમ અપરાધમાં 1000 રૂપિયા અને ત્યારબાદ ફરી પકડાય તો 5000 રૂપિયા કરી છે. 

જુઓ LIVE TV

ભાજપ શાસિત રાજ્યોમાં મોટર વ્હિકલ એક્ટ 2019નો વિરોધ થવા છતાં કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પોતાનો નિર્ણય પાછો  ખેંચવા માટે તૈયાર નથી. નવા કાયદા પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા મહારાષ્ટ્ર સરકારના પરિવહન મંત્રી દિવાકર રાવેત કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને અપીલ કરી છે કે દંડની નવી રકમ પર પુર્નવિચાર કરવો જોઈએ. રાવતે કહ્યું કે નવા મોટર વ્હીકલ એક્ટને લઈને મારો કોઈ વિરોધ નથી પરંતુ દંડની ભારે રકમથી જનતામાં ખુબ રોષ છે. 

આ નિર્ણય પર સરકારે વિચારવું જોઈએ. રાવતે કહ્યું કે આ મામલે અમે નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે દંડની રકમને ઓછી કરવાની જાહેરાત કરી છે પરંતુ હજુ અમલમાં નથી. આ બાજુ નવા મોટર વ્હીકલ એક્ટને લઈને ગડકરીએ કહ્યું કે અમે કાયદા પ્રત્યે લોકોમાં ભય અને સન્માન પેદા કરવા માટે તેને લાગુ કરી રહ્યા છીએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news