ઉત્તર ભારતીયો પર હુમલો, રાહુલ ગાંધી બોલ્યા- હિંસાના મૂળમાં બંધ કારખાના અને બેરોજગારી

ગુજરાતમાં પરપ્રાંતીયો પર શરૂ થયેલા હુમલા બાદ રાજકારણ પણ ગરમાઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ હિંસા અંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. 
 

   ઉત્તર ભારતીયો પર હુમલો, રાહુલ ગાંધી બોલ્યા- હિંસાના મૂળમાં બંધ કારખાના અને બેરોજગારી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો પર હુમલાને સંપૂર્ણ રીતે ખોટા ગણાવતા કહ્યું કે, પ્રવાસીઓ પર હુમલો કરવો યોગ્ય નથી. રાહુલે સોમવારે કહ્યું કે, હિંસાના મૂળમાં રાજ્યમાં બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. 

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, ગરીબથી મોટી કોઈ દહેશત નથી. ગુજરાતમાં થઈ રહેલી હિંસાનું મૂળ ત્યાંના બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બંન્ને સંકુચિત થઈ રહી છે. તેમણે કહ્યું, પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવવા અયોગ્ય છે. હું તેની વિરોધમાં છું. 

व्यवस्था और अर्थव्यवस्था दोनो चरमरा रही है|

प्रवासी श्रमिकों को इसका निशाना बनाना पूर्णत ग़लत है| मैं पूरी तरह से इसके ख़िलाफ़ खड़ा रहूँगा| pic.twitter.com/yLabmmZDwk

— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2018

ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી પર કથિત બળાત્કાર બાદ છ જિલ્લામાં હિન્દીભાષી લોકો પર હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી છે. રાજ્ય સરકારે કહ્યું કે, હિંસાની ઘટનામાં 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બળાત્કાર મામલામાં બિહારના એક પ્રવાસી શ્રમિકની ધરપકડ કર્યા બાદ હિંસાની શરૂઆત થઈ હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news