સવર્ણોને 10 ટકા અનામત પર રોક લગાવવાનો SCનો ઇન્કાર, 28 માર્ચે સુનાવણી

સોમવારે 10 ટકા આરક્ષણ પર રોક લગાવાના સંબંધી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે પછીની સુનાવણીમાં કોર્ટ તે નક્કી કરશે તે આ મામલે સુનાવણી માટે બંધારણીય બેન્ચ મોકલવાની જરૂરીયાત છે કે નથી.

સવર્ણોને 10 ટકા અનામત પર રોક લગાવવાનો SCનો ઇન્કાર, 28 માર્ચે સુનાવણી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની તરફથી ગરીબ સવર્ણો માટે આપવામાં આવેલ 10 ટકા અનામત પર રોક લગાવવાથી સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. સોમવારે 10 ટકા આરક્ષણ પર રોક લગાવાના સંબંધી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે પછીની સુનાવણીમાં કોર્ટ તે નક્કી કરશે તે આ મામલે સુનાવણી માટે બંધારણીય બેન્ચ મોકલવાની જરૂરીયાત છે કે નથી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે હવે 28 માર્ચે સુનાવણી કરશે.

સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણની સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે 28 માર્ચે કરશે. સુપ્રીમ કોર્ટે આજે કાયદા પર રોક લગાવવા અને મામલો મોટી બેન્ચને મોકલવાના આદેશ આપવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે જે પણ જરૂરી આદેશ હશે, તેના પર હવે પછીની સુનાવણીની તારીખ પર નક્કી કરવામાં આવશે.

જણાવી દઇએ કે ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ આપી જવાબ માગ્યો હતો અને કાયદા પર રોક લાગાવવાનો ઇન્કાર કર્યો હતો. ખરેખરમાં, અરજીમાં સુપ્રીમ કોર્ટમાં 124 માં બંધારણીય સુધારા પડકારવામાં આવ્યો છે.

આ અરજી યૂથ ફોર ઇક્વોલિટી અને વકીલ કૌશલકાંત મિશ્રાની તરફથી દાખલ કરવામાં આવી છે. તેમના અનુસાર આરક્ષણના આધારે આર્થિક થઇ શકે નહીં. અરજીના અનુસાર બંધારણ બિલના અનામત આપવાના મૂળ સિદ્ધાંતની સામે છે. આ સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવાની સાથે-સાથે 50 ટકા બોર્ડરનું પણ ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે આ બીલ સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં સવર્ણોને 10 ટકા અનામત આપે છે.

તમને જણાવી દઇએ કે મોદી સરકારે આર્થિર રીતે નબળા વર્ગને અનામત આપવા માટે બીલ પાસ કર્યું હતું. જેને કેટલીક પાર્ટીઓ છોડી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષને સમર્થન આપ્યું હતું. આ બીલને લોકસભાએ ત્રણની સરખામણીએ 323 વોટથી જ્યારે રાજ્યસભામાં સાતની સરખામણીએ 165 વોટથી પસાર કર્યું હતું. રાજ્ય સભામાં 124માં બંધારણીય સુધાર બિલને સાતની સરખામણીએ 165 વોટથી પસાર કર્યું હતું. સદનમાં વિપક્ષી સભ્યોના પાંચ સુધારાને નકારી કાઢવામાં આવ્યા. આ પહેલા લોક સભાએ તેને પાસ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news