દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી' યથાવત, AQI 708 પર પહોંચ્યો, આજથી 'ઓડ ઈવન' લાગુ
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં સોમવારે પણ પ્રદૂષણ (Pollution)ની સુપર ઈમરજન્સી યથાવત છે. શહેર પર ધૂમ્મસની ચાદર છવાયેલી છે. દિલ્હીમાં આજે સવારે 7.37 વાગે એક્યુઆઈ 7-8 (ગંભીર) છે. બીજી બાજુ દિલ્હીમાં પ્રદૂષણ પર કંટ્રોલ કરવા માટે આજથી ઓડ ઈવન પણ લાગુ થયો છે.
આજે સવારે ધીરપુરમાં પીએમ 2.5નું લેવલ 676 અને પીએમ 10નું લેવલ 604 રહ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પીએમ 2.5નું લેવલ 695 રહ્યું અને પીએમ 10નું લેવલ 654 રહ્યું. ચાંદની ચોકમાં પીએમ 2.5નું લેવલ 457 અને પીએમ 351 રહ્યું. દિલ્હી એરપોર્ટ પર પીએમ 2.5નું લેવલ 763 અને પીએમ 10નું લેવલ 700 રહ્યું.
અત્રે જણાવવાનું કે દિલ્હી સરકારે પ્રદૂષણને કંટ્રોલમાં લેવા માટે ઓડ ઈવન સ્કિમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઓડ ઈવન સ્કિમ ચાલુ રહેશે. ઓડ ઈવન નિયમ હેઠળ ઓડ (1,2,5,7,9) તારીખે ઓડ નંબરની કાર અને ઈવન (2,4,6,8,0) તારીખો પર ઈવન નંબરની કારો ચાલશે.
અત્રે જણાવવાનું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે હવાની ગુણવત્તા ખતરનાક 'ગંભીર શ્રેણી'માં પહોંચ્યા બાદ ઈપીસીએ સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટી સ્થિતિ જાહેર કરી દીધી છે. દિલ્હી સરકારે શુક્રવારે દિલ્હીની તમામ શાળાઓને 5 નવેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપ્યા હતાં.
જુઓ LIVE TV
ઝેરીલી હવાથી બચવાના નુસ્ખા
- એન્ટી પોલ્યુશન માસ્ક સારામાં સારો વિકલ્પ છે.
- શક્ય હોય તો ઘરથી બહાર ન નીકળો, રૂમમાં એસી ચલાવો.
- ડોક્ટરની સલાહ મુજબ જ કોઈ દવા લો.
- રોજની સરખામણીમાં વધુ પાણી પીવો.
- મધ અને આદુની ચા ગળા માટે ફાયદાકારક.
- ગરમ પાણીમાં તુલસી અને ફૂદીનો ગળું સાફ કરશે.
- કપૂર અને નારિયેળનું તેલ લગાવવાથી ત્વચાને નુકસાન નહીં થાય.
- મધ, સૂંઠ, કાળા મરી અને પીપલનો પાઉડર પાણીમાં ભેળવી પીવોય
- સૂતા સમયે હળદર અને સૂંઠને દૂધમાં ઉકાળીને પીવો.
- તુલસી, તજની ચાથી કફમાં રાહત મળશે.
- લીમડો, તુલસી, ચંદન, હળદરની પેસ્ટ પ્રદૂષણથી વાળને બચાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે