ભાજપમાં જોડાયા બોલીવુડ એક્ટર સની દેઓલ, ગુરદાસપુરથી લડી શકે છે ચૂંટણી
બોલીવુડ એક્ટર સની દેઓલની ચૂંટણી લડવાની અટકળો હવે દૂર થઇ રહી છે. સની દેઓલ આજે ભાજપમાં જોડાઇ ગયા છે. મળતા સમાચારો અનુસાર સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સની દેઓલની ચૂંટણી લડવાની અટકળો હવે દૂર થઇ રહી છે. સની દેઓલ આજે ભાજપમાં જોડાઇ ગયા છે. મળતા સમાચારો અનુસાર સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. સની દેઓલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી પૂણે એરપોર્ટ પર 19 એપ્રિલે મળ્યા હતા. પંજાબમાં ભાજપ, શિરોમણી અકાલી દળની સાથે ગઠબંધન કરી સ્ટેટની ત્રણ બેઠકો અમૃતસર, ગુરદાસપુર અને હોશિયારપુર પરથી ચૂંટણી લડી રહી છે.
સની દેઓલના પિતા ધર્મેન્દ્ર ભાજપની ટિકિટ પર 2004માં લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના બિકાનેરથી ચૂંટણી લડી ચુક્યા છે અને જીત પણ હાંસલ કરી હતી. ત્યારે દેઓલ ફેમિલીથી એક્ટ્રેસ હેમા માલીની પણ ભાજપના સાંસદ છે અને મથુરાથી ચૂંટણી મેદાનમાં છે.
જણાવી દઇએ કે, સની દેઓલથી આ બેઠક પર સીનિયર એક્ટર વિનોદ ખન્ના ચૂંટણી લડી ચુક્યા છે. વિનોદ ખન્નાના નિધન બાદ આ સીટ ખાલી છે. પહેલા આ બેઠક પર વિનોદ ખન્નાની પત્ની કવિતાનું નામ ચર્ચામાં હતું. વિનોદ ખન્ના 1997માં ભાજપમાં સામેલ થયા અને 1998માં ગુરદાસપુરથી પહેલી વખત ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1999 અને 2004ની ચૂંટણીમાં પણ વિનોદ ખન્નાએ જીત હાંસલ કરી હતી. 2009માં ભલે તેમણે આ સીટ ગુમાવી પડી હતી પરંતુ 2014માં ફરી એકવાર મોદી સરકારમાં વિનોદ ખન્ના ગુરદાસપુરથી સાંસદ બન્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે