આ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા, કોરોના સંક્રમણના કારણે લેવાયો આ નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. શ્રીઅમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા આ યાત્રા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા 21 જુલાઇથી શરૂ થવાની હતી. જો કે, દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગિરિની આગેવાનીમાં ત્રણ ઓગસ્ટના છડી મુબારક નીકાળવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં જ કોરોના વાયરસના સંક્રમિત કેસ વધવાથી લખનપુરથી લઇને બાલટાલ સુધી ઘણા વિસ્તારો રેડ ઝોન જાહેર કર્યા છે.

આ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા, કોરોના સંક્રમણના કારણે લેવાયો આ નિર્ણય

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. શ્રીઅમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા આ યાત્રા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા 21 જુલાઇથી શરૂ થવાની હતી. જો કે, દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગિરિની આગેવાનીમાં ત્રણ ઓગસ્ટના છડી મુબારક નીકાળવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં જ કોરોના વાયરસના સંક્રમિત કેસ વધવાથી લખનપુરથી લઇને બાલટાલ સુધી ઘણા વિસ્તારો રેડ ઝોન જાહેર કર્યા છે.

આ વર્ષે આ તીર્થયાત્રા 23 જૂનના શરૂ થવાની હતી. પરંતુ લોકડાઉનના કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં આ યાત્રાને 21 જુલાઇના પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસથી જમ્મુ-કાશ્મીરમાં કોરોના સંક્રમણના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. જેને લઇ તંત્રએ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે.

બાબા બર્ફાનીની છડી મુબારક આ વર્ષે પારંપરિક પહેલગામ માર્ગથી નહી નીકળે. કેમ કે, તે માર્ગને હજી સુધી બરફના કારણે સાફ કરવામાં આવ્યો નથી. જેના કારણે છડી મુબારકના મહંત દશનામી અખાડાના નેતૃત્વમાં કેટલાક સાધુ સંતોની સાથે હેલીકોપ્ટરથી ગુફા સુધી લઇ જવામાં આવશે જેથી યાત્રાને પૂર્ણ કરવામાં આવી શકે અને પારંપરિક રીતિ-રિવાજની સાથે બાબાની પૂજન પ્રક્રિયા પૂરી થઈ શકે. રક્ષા બંધનના દિવસે છડી પૂજનની સાથે અંતિમ દર્શન કરવામાં આવશે. જ્યારથી શ્રી અમરનાથ યાત્રા ચાલી રહી છે, ત્યારથી પવિત્ર છડી મુબારક ભગવાન અમરનાથની પવિત્ર ગુફાની તરફ પ્રસ્થાન કરવાથી પહેલા શંકરાચાર્ય મંદિરમાં પુજન માટે લઇ જવાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news