Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક DNA રિપોર્ટ આવ્યો, હવે થશે પોસ્ટમોર્ટમ

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં જે વાળ અને હાડકા મળ્યા હતા તેને માઇટોકોન્ડ્રિયલ ડીએનએ એક્ઝામિનેશન માટે હૈદરાબાદ લેબમાં મોકલ્યા હતા. રિપોર્ટ આજે મળ્યો છે. 

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક DNA રિપોર્ટ આવ્યો, હવે થશે પોસ્ટમોર્ટમ

નવી દિલ્હીઃ Delhi Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકાંડમાં માઇટોકોન્ડ્રિયલ DNA રિપોર્ટમાં શ્રદ્ધા વાલ્કર  (Shraddha Walkar) ની સાથે વાળ અને હાડકાના સેમ્પલ મેચ હોવાની પુષ્ટિ કરી છે. સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ બુધવાર (4 જાન્યુઆરી) એ કહ્યુ કે દિલ્હી પોલીસને સેન્ટર ફોર DNA ફિંગરપ્રિન્ટિંગ અને ડાયગ્નોસ્ટિક્સ પાસેથી રિપોર્ટ મળી ગયો છે. હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 

શ્રદ્ધા હત્યા કેસમાં જે વાળ અને હાડકા મળ્યા હતા તેને ડીએનએ માઇટોકોન્ડ્રિયલ એગ્ઝામિનેશન માટે હૈદરાબાદની લેબમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આજે મળ્યો છે. આફતાબ પૂનાવાલા પર પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી અને પછી તેના શરીરના 36 ટુકડા કરવાનો આરોપ છે. 

શ્રદ્ધા વાલ્કર હત્યાકાંડ
તેના પર તે પણ આરોપ છે કે તેના શરીરના કપાયેલા ભાગને દિલ્હી અને ગુરૂગ્રામના જંગલોમાં ફેંકતા પહેલા ફ્રિઝમાં રાખ્યા હતા. શ્રદ્ધા વોકર અને આફતાબ પૂનાવાલા મુંબઈથી પાછલા વર્ષે મે મહિનામાં દિલ્હી શિફ્ટ થયા હતા. બંને દિલ્હીના મહરૌલી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. 

હત્યા બાદ મૃતદેહના ટુકડાને શહેરમાં ફેંક્યા
પોલીસ અનુસાર દિલ્હી આવ્યાના ત્રણ દિવસ બાદ બંને વચ્ચે લગ્નની વાત અને ઘર ખર્ચને લઈને ઝગડો થયો હતો. આ દરમિયાન આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી દીધી હતી. આરોપીએ મૃતદેહને ઠેકાણે લવાવા માટે તેના 36 ટુકડા કરી તેને ફ્રિઝમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે આ ટુકડાને શહેર ભરમાં ફેંકવા જતો હતો.

મહારૌલીના જંગલથી મળ્યા હતા શરીરના અંગ
શ્રદ્ધા વાલકરના પિતાએ તેના ગુમ થયાનો કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ નવેમ્બરમાં પોલીસની તપાસમાં આ કેસનો ખુલાસો થયો હતો. પોલીસે આફતાબની ધરપકડ કરી હતી, જે હાલ જેલમાં છે. આ મામલામાં આરોપીનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ થઈ ચુક્યા છે. પોલીસે તપાસ દરમિયાન આરોપીના પૂરાવા માટે મહરૌલીના જંગલ અને ગુરૂગ્રામમાંથી શરીરના કેટલાક અંગો જપ્ત કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news