Video : જ્યારે એક ક્ષણમાં તાર સાથે ચોંટી ગઈ હસતીરમતી જિંદગી

ચિત્રકૂટની બિન્દીરામ હોટેલમાં કરંટ લાગવાથી એક યુવકનું ચોંકાવનારું મોત થયું છે

Video : જ્યારે એક ક્ષણમાં તાર સાથે ચોંટી ગઈ હસતીરમતી જિંદગી

ચિત્રકૂટ : ચિત્રકૂટની બિન્દીરામ હોટેલમાં કરંટ લાગવાથી એક યુવકનું ચોંકાવનારું મોત થયું છે. આ મૃત્યુ પછી યુવકના સ્વજનોએ ધમાલ કરીને રસ્તા જામ કરી દીધા હતા. હવે આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ ફુટેજમાં એક સાથીદાર યુવક સ્ટુલ પર ઉભા રહેલા યુવકને હાથમાં રોડ આપે છે.

આ રોડ ઉપર કોઈ તારને ટચ કરી જતા રોડ આપનાર યુવકને પણ ઝટકો લાગે છે. આ યુવક તરત સ્ટુલને ખસેડીને ઉપર ઉભેલા યુવકને બચાવવાનો પ્રયાસ કરે છે પણ ત્યાં સુધી આ યુવકનું મૃત્યુ થઈ ગયું હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news