કાળા પડી ગયા શરીર, વળી ગઈ આંગળીઓ... આ રહસ્યમય બીમારીની ચપેટમાં આવ્યા એક પરિવારના 8 લોકો

શાહજહાંપુરમાં એક પરિવારના 8 લોકો રહસ્યમયી બીમારીનો શિકાર થઈ ગયા. જ્યારે પરિવારની એક બાળકીનું આ બીમારીથી મોત થઈ ગયું. હાલ તમામને રાજકીય મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર આ બીમારી પાછળનું કારણ શોધી રહ્યા છે. 

કાળા પડી ગયા શરીર, વળી ગઈ આંગળીઓ... આ રહસ્યમય બીમારીની ચપેટમાં આવ્યા એક પરિવારના 8 લોકો

લખનઉઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક રહસ્યમયી બીમારીના કેસ સામે આવ્યા છે. જ્યાં એક જ પરિવારના 8 લોકોની સ્કીનનો રંગ કાળો પડી ગયો અને આંગળીઓ વળી ગઈ છે. જે પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જે બાદ આખા પરિવારને રાજકીય મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બીમારીના કારણે પરિવારની એક દિકરીનું મૃત્યુ થઈ ગયું છે.

મેડિકલ કોલેજના પ્રાચાર્યનું કહેવું છે કે, આ એક સ્કિન પ્રોબ્લેમ છે. બીમાર લોકોના હાથની આંગળીઓ અંદરના ભાગે વળી જાય છે. જો કે, આ બીમારી અંગે હજુ સંપુર્ણ જાણકારી નથી મળી. તેનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ બીમારી આખરે શું છે તેની તપાસ થઈ રહી છે. 

આ ઘટના બડાગાંવની છે. આ 50 વર્ષીય સિયારામ પરિવાર સાથે રહે છે. 6 મહિના પહેલાં ઘરના એક સભ્યને શરીરમાં ખંજવાળ થવા લાગી. જે બાદ સ્કિનનો રંગ કાળો પડવા લાગ્યો. તેમને પહેલાં ગામમાં સારવાર કરાવી. સરખું ન થતાં શાહજહાંપુરના ખાનગી ડૉક્ટર પાસ સારવાર શરૂ કરાવી. પરંતુ કાળાપણું વધી ગયું. અને આ બિમારીનું સંક્રમણ પરિવારના તમામ 8 લોકોને લાગી ગયું. જ્યારે પરિવારની એક કિશોરીનું મૃત્યુ પણ થઈ ગયું.

જ્યારે આ વાત ગામમાં ફેલાઈ તો ડોક્ટરોની ટીમ પરિવારજનોની હાલત જાણવા તેમના ઘરે પહોંચી. ત્યારબાદ તેને સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ કહ્યું કે, આ ત્વચા સંબંધિત બીમારી છે. પરંતુ તેને આ બીમારી કેવી રીતે થઈ તે અંગે કંઈ કહી શકાય નહીં. જો ન્યુરોલોજીકલ રોગ જણાય તો વિભાગના નિષ્ણાતો દ્વારા આ રોગની તપાસ કરવામાં આવી રહી છે. તો જ આ લોકોની યોગ્ય સારવાર થઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news