બિહાર રેલ અકસ્માત: ગુસ્સે ભરાયેલા લોકોએ રેસ્ક્યુ ટીમ પર પથ્થરમારો કર્યો, NDRFનો જવાન ઘાયલ

 રવિવારે વહેલી સવારે વૈશાલીમાં ભીષણ રેલ અકસ્માત થયો. જોગબનીથી આનંદ વિહાર આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયાં.

બિહાર રેલ અકસ્માત: ગુસ્સે ભરાયેલા લોકોએ રેસ્ક્યુ ટીમ પર પથ્થરમારો કર્યો, NDRFનો જવાન ઘાયલ

વૈશાલી:  રવિવારે વહેલી સવારે વૈશાલીમાં ભીષણ રેલ અકસ્માત થયો. જોગબનીથી આનંદ વિહાર આવી રહેલી સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયાં. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા. જ્યારે 11 લોકો ઘાયલ થયા. અકસ્માત બાદ એનડીઆરએફ અને રેલવે દ્વારા રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું. દુર્ઘટનાથી લોકોમાં ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનીક ગ્રામીણ લોકોએ રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલી ટીમ પર પથ્થરમારો કર્યો. 

ગ્રામીણોના પથ્થરમારામાં એનડીઆરએફનો એક જવાન ઘાયલ થઈ ગયો. પથ્થર આ જવાનના માથામાં વાગ્યો અને તે ઈજાગ્રસ્ત થયો. આ દુર્ઘટના બાદ હાલ સ્થળ પર બચાવ અને રાહતકાર્ય ચાલુ છે. અકસ્માતની તપાસ સીઆરએસ પૂર્વ મંડલ લતીફ ખાનને સોંપાઈ છે. અકસ્માત બાદ રેલવે અને બિહાર સરકાર તરફથી વળતરની જાહેરાત પણ કરાઈ છે. 

અકસ્માતનો ભોગ બનેલા મૃતકોના પરિજનોને રેલવે તરફથી 5 લાખ રૂપિયા અને બિહાર સરકાર તરફથી 4 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિજનોને રેલવે તરફથી એક લાખ  અને બિહાર સરકાર તરફથી 50,000 રૂપિયા અપાશે. સામાન્ય ઈજા થયેલા લોકોને પણ રેલવે 50,000 રૂપિયા સહાય ચૂકવશે. 

સૂત્રોના હવાલે માલુમ પડ્યું છે કે ટ્રેનના બે ડબ્બાને જોડનારા જોડાણને ફીટ  કરવામાં બેદરકારી વર્તવામાં આવી હતી. જેના કારણે આ અકસ્માત  થયો. આ અકસ્માત પર રેલવેએ નિવેદન જારી કરીને કહ્યું કે પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પટરી તૂટવાના કારણે આ અકસ્માત થયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news