વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન

વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન

શ્રીનગર : વૈષ્ણોદેવી યાત્રાના મુખ્ય પડાવ સાંઝી છતની આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી સોમવારે મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તકેદારીના ભાગ રૂપે સાંજે ભૈરો ખીણ તથા યાત્રાનાં પ્રાચીન માર્ગને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે નવા માર્ગથી યાત્રા સમાન્ય રીતે ચાલી રહી છે. ભવનમાં દર્શન અંગે કોઇ પ્રભાવ જોવા નહોતો મળ્યો. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. 

સુત્રો અનુસાર સુરક્ષા એજન્સીઓ સાંઝી છત ટાવરનાં માધ્યમથી બેથી ત્રણ શંકાસ્પદ લોકોની હાજરીની માહિતી મળી. જો કે તેમાં શંકાસ્પદની હાજરી કહ્યાં છે તે અંગે સ્પષ્ટ માહિતી નહોતી મળી. મુદ્દાને ગંભીરતાને જોતા સુરક્ષા એજન્સીઓએ સાંઝી છતની આસપાસનાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ઝડપી કરી દીધું છે. હેલિકોપ્ટર દ્વારા અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. 

તકેદારી રૂપે ભૈરો ઘાટી માર્ગ તથા પ્રાચીન માર્ગ પર ભક્તોની અવર જવરને અટકાવી દેવામાં આવી. સર્ચ અભિયાનમાં પોલીસ, સીઆરપીએફ તથા સેનાના જવાનો કામે લાગી ગયા હતા. આ અંગે જો કે હજી સુધી પોલીસ કે તંત્ર તથા શ્રાઇબોર્ડ તરફથી કોઇ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી. 

નવરાત્રી ચાલુ થયાનાં બે દિવસ પહેલા પણ ચલાવ્યું હતું અભિયાન
નવરાત્રી ચાલુ થયાનાં બે દિવસ પહેલા પણ ધર્મનગરીની આસપાસ શંકાસ્પદ લોકોની હાજરીની માહિતી બાદ એજન્સીઓએ વ્યાપક શોધખોળ અભિયાનચલાવ્યું હતું. ધર્મનગરી તથા આસપાસનાં ક્ષેત્રોમાં ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જો કે તેમાં કંઇ પણ શંકાસ્પદ નહોતું મળી આવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news