IAS ઓફિસરને મળે છે ઘર અને કાર સહિતની આ સુવિધાઓ, જાણો કેટલો હોય છે પગાર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં ટોપ રેન્ક મેળવનાર ઉમેદવારોને IAS બનવાની તક મળે છે. ભારતીય વહીવટી સેવા તે આ ટોચના રેન્કર ઉમેદવારોને દેશના અમલદારશાહી માળખામાં કામ કરવાની મળે છે તક. વિવિધ મંત્રાલયો અને વહીવટી વિભાગોમાં IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. IAS અધિકારી માટે સૌથી મોટું પદ તે કેબિનેટ સચિવનું હોય છે. 

7માં પગાર પંચના અનુસાર IAS અધિકારીને મળે છે પગાર
7માં પગાર પંચના અનુસાર IAS અધિકારીને  56100 રૂપિયા પ્રતિમાસ બેજિક સેલેરી મળે છે. આના સિવાય કોઈ IAS અધિકારીને TA, DA, HRA અને અન્ય ઘણાં ભથ્થાંઓ મળતા હોય છે. એક IAS અધિકારીને શરૂઆતના સમયમાં દર મહિને 1 લાખથી વધુનો પગાર મળે છે. વધુમાં વધુ તે કેબિનેટ સેક્રેટરીની સૌથી વરિષ્ઠ પોસ્ટ બન્યા પછી દર મહિને લગભગ 2.5 લાખ રૂપિયાનો પગાર અને ઘણા ભથ્થાં મળે છે.

બજેટ પહેલા યુવાઓ માટે ખુશખબર, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કેટલા રૂપિયા મળશે
 
પદ અનુસાર મળે છે પગાર
MDS, અન્ડર સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરીની પોસ્ટ માટે રૂપિયા 50100 પગાર મળએ છે. ADM, ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની પોસ્ટ માટે રૂપિયા 67700, તો જ્યારે  ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરીની પોસ્ટ માટે 78800 રૂપિયા મળે છે પગાર. જિલ્લા મેજિસ્ટ્રેટ, નાયબ સચિવ, નિયામકના પદ માટે રૂપિયા 1,18500 પગાર મળે છે. વિભાગીય કમિશનર, સચિવ કમ કમિશનરના પદ માટે રૂપિયા 1,44200 પગાર મળે છે.  સંયુક્ત સચિવના પદ માટે રૂ. 182200, વિભાગીય કમિશનરના પદ માટે રૂ. 182200, અધિક સચિવના પદ માટે રૂપિયા 2,05400 પગાપ મળે છે. મુખ્ય સચિવ અને સચિવના પદ માટે રૂ. 225000, કેબિનેટ સચિવના પદ પર, રૂ. 250000નો મૂળ પગાર ઉપલબ્ધ છે.
 
આ લક્ઝરી સુવિધાઓ પગાર સિવાય ઉપલબ્ધ છે. 
પગાર સિવાય IAS અધિકારીને અલગ-અલગ પે-બેન્ડ અનુસાર અન્ય લક્ઝરી સુવિધાઓ પણ મળે છે.  IAS અધિકારીને DA, મકાન ભાડા ભથ્થું (HRA) અને વાહન ભથ્થું મળે છે. આ સિવાય પે- બેન્ડના આધારે IAS અધિકારીને ઘર, સુરક્ષા , રસોઈયા અને અન્ય સ્ટાફ સહિતની ઘણી સુવિધાઓ પણ મળે છે.  IAS અધિકારીને મુસાફરી માટે વાહન અને ડ્રાઇવરની સુવિધા પણ આપવામાં આવે છે. પોસ્ટિંગ દરમિયાન પ્રવાસ ભથ્થા ઉપરાંત સરકારી મકાન પણ આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news