PM મોદીના અમેરિકા પહેલાં US ના રક્ષા સચિવે રાજનાથ સાથે કરી વાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

રક્ષા મંત્રાલયે બંને દેશોના રક્ષામંત્રીઓએ ટેલીફોન પર થયેલી ચર્ચા પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે રાજનાથ સિંહ (Rajnath Singh) અને રક્ષા સચિવ એશિયામાં આતંકવાદનો મુકાબલો કરવા વિશે પણ વિચારોનું આદન પ્રદાન કર્યું. 

PM મોદીના અમેરિકા પહેલાં  US ના રક્ષા સચિવે રાજનાથ સાથે કરી વાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અમેરિકા યાત્રા પહેલાં અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે અમેરિકાના રક્ષા સચિવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે ફોન પર વાત કરી હતી. બંને દેશોના રક્ષામંત્રીઓએ આતંકવાદ સામે લડવાની પણ વાતચીત કરી. 

ભારતના રક્ષા મંત્રાલય અનુસાર અમેરિકન રક્ષા સચિવ લોયન ઓસ્ટિને (Lloyd Austin) સોમવારે સાંજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી. ફોન પર ચર્ચા દરમિયાન બંને રક્ષા મંત્રીઓએ અફઘાનિસ્તાનના ઘટનાક્રમ સહિત દ્વિપક્ષીય ક્ષેત્રીય મુદાઓ પર ચર્ચા કરી. તેમણે બંને દેશોના રક્ષા સહયોગ પર ચર્ચા કરી અને એકસાથે મજબૂતીથી કામ કરવાની આશા વ્યક્ત કરી. 

જાણકારી અનુસાર બંને દેશોના રક્ષામંત્રીઓએ અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનના કબજા બાદ ભારતીય અને અમેરિકન નાગરિકો (અને સૈનિકો)ના એરલિફ્ટ દરમિયાન પરસ્પર મદદ અને સહયોગના પણ વખાણ કર્યા. રાજનાસિંહ (Rajnath Singh) અને ઓસ્ટિને અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ પર 'નિયમિત સંપર્ક'માં રહેવાની પણ સહમતિ વ્યક્ત કરી. 

રક્ષા મંત્રાલયે બંને દેશોના રક્ષામંત્રીઓએ ટેલીફોન પર થયેલી ચર્ચા પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે રાજનાથ સિંહ (Rajnath Singh) અને રક્ષા સચિવ એશિયામાં આતંકવાદનો મુકાબલો કરવા વિશે પણ વિચારોનું આદન પ્રદાન કર્યું. 

તમને જણાવી દઇએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વાડ દેશોના રાષ્ટ્રધ્વક્ષોના પહેલાં સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અમેરિકા જઇ રહ્યા છે. ક્વાડ દેશોમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. આ મીટિંગમાં અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ પર વિસ્તૃત ચર્કહ થવાની આશા છે. આ ઉપરાંત ચીન અને ઇંડો-પેસેફિક ક્ષેત્ર પર પણ ગહન મંત્રણા થવાની આશા છે. 25 સ્પટેમ્બરના રોજ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહા-સભાને સંબોધિત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news