રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે સચિન પાયલટને કહ્યું નકામો, જાણો વધુમાં શું કહ્યું...
Trending Photos
નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan)માં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gahlot)એ ફરી એકવાર પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલ (Sachin Pilot) પર મોટો પ્રહાર કર્યો છે. એટલું જ નહીં ગેહલોતે સચિન પાયલટને નકામો પણ કર્યો છે.
ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં કોન્સિપેરેસી ચાલી રહી છે સરકાર હટાવાની. કોઇને વિશ્વાસ નથી થતો કે, આ વ્યક્તિ આ પ્રકારનું કામ કરી શકે છે. માસૂમ ફેસ, હિન્દી ઇગ્લિશ પર કામંજ અને મીડિયાને ઇમ્પ્રેસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, મારી મહેનતથી રાજસ્થાનમાં સરકાર બની છે. પ્રદેશની જનતા જાણે છે કે તેમનું કેટલું કોન્ટ્રિબ્યૂશન હતું. પરંતુ તેમ છતાં મેં તેમના પર ક્યારે સવાલ ઉઠાવ્યો નથી. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે અહીં શું થઇ રહ્યું છે પરંતુ પાર્ટીના હિતને જોતા ક્યારે પણ તેમના પર સવાલ નથી ઉઠાવ્યો.
અશોક ગેહલોતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, એક નાના સમાચાર વાંચ્યા હશે કોઇએ કે પાયલટ સાહેબને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદથી હટાવવા જોઇએ. અમે જાણીએ છે કે, તેઓ નકામા છે. કોઇ કામ કરી રહ્યા નથી માત્ર લોકોને લડાવી રહ્યાં છે. હું અહીં રીંગણા વેચવા આવ્યો નથી. હું શાકભાજી વેચવા નથી આવ્યો. હું મુખ્યમંત્રી છું. તેમણે કહ્યું કે, પહેલા તમે અશોક ગેહલોતના ઘરની બહાર ઉભા હતા પછી સીપી જોશીના ઘરેની બહાર ઉભા રહ્યા. કેવી રીતે તમારી પર વિશ્વાસ કરું.
તેમણે કહ્યું કે, સચિન પાયલટ ભાજપના સમર્થનમાં છેલ્લા 6 મહિનાથી ષડયંત્ર રચી રહ્યા હતા. કોઇએ મારી પર વિશ્વાસ કર્યો નથી. જ્યારે હું કહેતો હતો કે, સરકાર હટાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઇને નહોતી ખબર કે આ પ્રકારના નિર્દોષ ચહેરાવાળો વ્યક્તિ આ કામ કરશે. તેમણે કહ્યું કે, હું અહીં શાકભાજી વેચવા નથી આવ્યો. હું મુખ્યમંત્રી છું.
#WATCH Sachin Pilot ne jis roop mein khel khela vo bahut durbhagyapurna hai. Kisiko yakeen nahi hota ki yeh vyakti aisa kar sakta hai...maasoom chehra, Hindi English par achchi command aur pure desh ki media ko impress kar rakha hai: Rajasthan CM pic.twitter.com/gv51qOe66n
— ANI (@ANI) July 20, 2020
ગેહલોતે કહ્યું કે, સચિન પાયલટ જે રીતે રમત રમી રહ્યા છે. તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. કોઇને નથી ખબર ન હતી કે આ વ્યક્તિ આ પ્રકારે કરી શકે છે. માસૂમ ચહેરો છે. હિન્દી અગ્રેજી પર સારી પકડ અને સમગ્ર દેશની મીડિયાને ઇમ્પ્રેસ કરી છે.
તમને જણાવી દઇએ કે, રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ગિર્રાજ સિંહ મલિંગાએ પણ આરોપ લગાવ્યો છે કે, તાત્કાલીક ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે તેમને પાર્ટી છોડી ભાજપમાં જવા પર ચર્ચા કરી હતી. આ સાથે જ મલિંગાએ મીડિયાની સામે આરોપ લગાવ્યો છે કે, તેમને પૈસા આપવાનું પણ કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે