દેવું પરત નહી કરનારા ખેડૂતોને જેલમાં નહી મોકલાય, અમે બનાવીશું કાયદો: રાહુલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી સભા સંબોધનમાં પાટલીપુત્ર સીટના ઉમેદવાર આરજેડી નેતા મીસા ભારતી માટે મતદાનની અપીલ કરી
Trending Photos
પટના : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પટના ખાતે પાટલીપુત્ર લોકસભા સીટ પર ચૂંટણી રેલી કરવા માટે પહોંચ્યા હતા. ગુરૂવારે તેઓ પટનામાં એક રોડ શો પણ કરશે. તેમણે કહ્યું કે, તેઓ ખેડૂતો માટે નવો કાયદો બનાવશે. જેમાં તેમને દેવું નહી આપવા માટે જેલમાં નહી ધકેલી દેવામાં આવે. ખેડૂતો સાથે મળીને અમે કામ કરીશું.
રાહુલ ગાંધી પાટલિપુત્ર સીટના ઉમેદવાર આરજેડી નેતા મીસા ભારતી માટે મતદાનની અપીલ કરી. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ અમીરોના ખાતામાં રૂપિયા નાખી શકે છે તો અમે ગરીબોનાં ખાતામાં રૂપિયા નાખવાનો સંકલ્પ લીધો છે. ગરીબોનાં ખાતામાં ન્યાય યોજના હેઠળ વર્ષનાં 72 હજાર રૂપિયા આપવામાં આવશે.
વિદ્યાર્થીની આત્મહત્યાથી વ્યથીત IASનું એવું પગલું, લાખો વિદ્યાર્થીઓનો વધ્યો આત્મવિશ્વાસ
રાહુલે કહ્યું કે, દેશનાં પૈસા લુટીને ભાગનારાઓને ધરપકડ કરવામાં આવી શકે નહી. જો કે દેવાદાર ખેડૂતોને જેલ મોકલવામાં આવી રહ્યા છે. એટલા માટે અમારી સરકાર આવશે તો ખેડૂતો માટે નવો કાયદો બનાવશે. જેના હેઠળ ખેડૂતોનું દેવું નહી ચુકવવા માટે જેલમાં નહી નાખવામાં આવે.
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, તેમણે બિહારનાં બેરોજગારીનો હબ બનાવી દીધું છે. તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપવાનાં હતા. તમામનાં ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાનાં હતા. જો કે તેમણે કોઇ કામ નથી કર્યું. બેરોજગારી વધતી ગઇ અને ખેડૂતો મરતા ગયા. રાહુલે કહ્યું કે, તેઓ ખેડૂતોની સાથે મળીને કામ કરવા માંગે છે. તેનાં વિચારોની સાથે જોડાઇ તેના માટે કામ કરવા માંગે છે. તેઓ સરકારમાં આવશે તો 22 લાખ લોકોને રોજગાર આપશે. એટલા માટે આ તમામ વસ્તુઓ હવે 23 મેનાં રોજ સ્પષ્ટ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે