Multiplex Tickets: એક રૂપિયામાં મલ્ટીપ્લેક્સની ટિકિટ? આ થિયેટરોએ બનાવ્યો પ્લાન, બધા ચોંકી ગયા

New Release Films: મલ્ટીપ્લેક્સ માલિક પણ ફિલ્મ નિર્માતાઓ-સિતારાઓની જેમ પરેશાન છે કારણ કે દર્શકો થિયેટરોમાં આવતા નથી. 100 રૂપિયામાં એક પર એક ફ્રી ટિકિટની યોજના પણ કોઈ ખાસ ચમત્કાર કરી શકી નથી ત્યારે આવામાં પીવીઆર અને આઈનોક્સે અનોખી યોજના ઘડી છે. એક રૂપિયામાં ટિકિટ....જાણો શું છે પ્લાનિંગ.

Multiplex Tickets: એક રૂપિયામાં મલ્ટીપ્લેક્સની ટિકિટ? આ થિયેટરોએ બનાવ્યો પ્લાન, બધા ચોંકી ગયા

PVR And INOX: હાલના સમયમાં બોલીવુડથી લઈને મોટી મોટી મલ્ટીપ્લેક્સ ચેઈનની ચિંતા છે કે કઈ રીતે દર્શકો ફિલ્મ જોવા આવે. પરંતુ કોરોના બાદથી દર્શકોએ બોલીવુડથી અંદર જાળવ્યું છે અને આ વર્ષે પઠાણને બાદ કરતા ગણી ગાંઠી ફિલ્મોની છોડીને મોટાભાગની ફિલ્મો દર્શકો માટે તરસતી જોવા મળી. મોટા મોટા સિતારાઓની ફિલ્મો ફ્લોપ થઈ છે. મલ્ટીપ્લેક્સોના ખર્ચા પણ નીકળી રહ્યા નથી. મોંઘા પોપકોર્ન, સમોસા, કોલ્ડ ડ્રંકની કમાણી ઠંડી પડી છે. આવામાં તમામ પ્રકારની યોજનાઓ નિર્માતાઓ અને મલ્ટીક્લેક્સોએ તાજેતરમાં કાઢી. ક્યારેક 100 રૂપિયાની ફિક્સ્ડ ટિકિટ તો ક્યારેક એક પર એક ફ્રી. પરંતુ હવે દેશની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઈને ફક્ત એક રૂપિયામાં દર્શકોને બોલાવવા માટે ઓફર રજૂ કરી છે. 

એક રૂપિયામાં મોટો પડદો
ભારતની પ્રીમીયર મલ્ટીપ્લેક્સ ચેઈન આઈનોક્સ અને પીવીઆરએ ફિલ્મ જોનારાઓ માટે એક અનોખી યોજના બનાવી છે. આ ચેઈને ટ્રેલર સ્ક્રિનિંગ શો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં ફિલ્મ પ્રેમીઓ આ ચેઈનની કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં માત્ર એક રૂપિયામાં ટિકિટ ખરીદીને મોટા પડદાની મજા માણી શકે છે. આ નવી પહેલ હેઠળ દર્શકો માત્ર એક રૂપિયામાં મોટા પડદા પર આવનારી ફિલ્મોના ટ્રેલરની મજા માણી શકે છે. આ મલ્ટીપ્લેક્સ અડધા કલાકમાં આવનારા દર્શકોને બોલીવુડ, હોલીવુડ અને રીજીઓનલ ફિલ્મોના ટ્રેલર બતાવશે. તેલંગા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને બાદ કરતા દેશના અન્ય ભાગોમાં પીવીઆર અને આઈનોક્સ સિનેમા હોલમાં અડધા કલાકનો ટ્રેલર શો એક રૂપિયામાં શરૂ થઈ ગયો છે. તમે પીવીઆરની વેબસાઈટ પર તે જોઈ શકો છો. 

કોણ જશે જોવા
આ મલ્ટીપ્લેક્સ માલિકોનું માનવું છે કે આ નવી પહેલ ફિલ્મ પ્રેમીઓને થિયેટરોમાં ખેંચી લાવશે. જો કે હજુ એ જોવાનું  બાકી છે કે શું ખરેખર દર્શકો મોટા પડદા પર ફક્ત ટ્રેલર જોવા માટે થિયેટરોમાં જવાનું પસંદ કરશે. ભલે તેમાં ટિકિટનો ફક્ત એક રૂપિયો કેમ ન હોય? જો કે તેનાથી સંપૂર્ણ રીતે ઈન્કાર પણ કરી શકાતો નથી કે દર્શકો મોટા સિતારાઓ કે હાઈ બજેટ ફિલ્મોના ટ્રેલર મલ્ટીપ્લેક્સમાં જોવામાં રસ દેખાડશે. પરંતુ એ સંખ્યા કેટલી હશે? જાણકારોનું માનવું છે કે કોલેજમાં ભણતા યુવા દર્શકો કે પછી મલ્ટીપ્લેક્સોની એકદમ નજીક રહેતા દર્શકો જરૂર ટ્રેલર જોવા માટે મલ્ટીપ્લેક્સ જઈ શકે છે. પરંતુ બાકીના લોકો પોતાના મોબાઈલ ફોન પર જ જોઈને સંતોષ મેળવી લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news