Punjab Shiv Sena leader Murder: અમૃતસરમાં શિવસેના નેતાનું ટાર્ગેટ કિલિંગ, મારી 5 ગોળીઓ, આ સંગઠને લીધી જવાબદારી
Shiv Sena leader Murder: પંજાબમાં સનસનીખેજ રીતે શુક્રવારે સાંજે ભીડની સામે ગોળીઓ ચલાવી શિવસેના નેતાની હત્યા કરી દીધી. ઘટના બાદ હુમલાવર ત્યાંથી ભાગી નિકળ્યા, જોકે હુમલાવરે એક આરોપીને પછી દબોચી લીધો.
Trending Photos
Punjab Shiv Sena leader Sudhir Suri killing in Amritsar: પાકિસ્તાનના ઇશારા પર કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ હજુ શાંત થઇ નથી કે પંજાબમાં પણ એવી તત્વ માથું ઉંચકવા લાગ્યા છે. અમૃતસરમાં મૂર્તિઓ સાથે થયેલી અસભ્યતાના વિરોધમાં મંદિરની બહાર ધરણા આપી રહેલા શિવસેના સુધીર સૂરી (Sudhir Suri) ની હુમલાવરોએ ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી દીધી. સૂરીના સુરક્ષા ગાર્ડોએ પણ હવામાં ગોળીઓ ચલાવી પરંતુ હુમલાવરો તકનો લાભ લઇને ભાગી ગયા. પછી એક આરોપીને લાઇસન્સવાળા હથિયાર સાથે દબોચી લેવામાં આવ્યો. પોલીસે આ ઘટનામાં ઘણા એંગલથી તપાસ કરી રહી છે.
ભીડની સામે ચલાવી ગોલીઓ
પોલીસના અનુસાર મૂર્તિઓ સાથે થયેલી અસભ્યતાના વિરોધમાં શિવસેના નેતા સુધીર સૂરી (Sudhir Suri) અમૃતસર્માં મજીઠા રોડ સ્થિત ગોપાલ મંદિર પાસે શુક્રવારે સાંજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન ઘટનાસ્થળે અજાણ્યા હુમલાવરોએ તેમના પર ગોળીઓ ચલાવી દીધી. તેમને 5 ગોળી મારવામાં આવી, ત્યારબાદ તે જમીન પર ઢળી પડ્યા. સૂરીના સુરક્ષાગાર્ડોએ પણ બચાવમાં હવામાં ફાયરિંગ કર્યું. બંને તરફથી ગોળી ચાલતાં ઘટનાસ્થળે નાસભાગ મચી, જેનો ફાયદો ઉઠાવી હુમલાવરો ત્યાંથી ભાગી નિકળ્યા. શિવસેના નેતાને ગંભીર હાલતમાં ફોર્ટિસ એસ્કાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નિપજ્યું.
સમર્થકોએ ગાડીઓમાં કરી તોડફોડ
સુધીર સૂરી (Sudhir Suri) ના મોતના સમાચાર મળતાં જ તેમન સમર્થકો ભડકી ગયા. તેમણે મંદિરની આસપાસ ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરી દીધી અને પોલીસ વહિવટીતંત્ર વિરૂદ્ધ નારા લગાવ્યા. જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને સમજાવી શાંત કર્યા. પોલીસને સમર્થકોને કાર્યવાહીનું આશ્વાસન આપીને તેનાથી શાંતિ બનાવી રાખવાની અપીલ કરી. કેસની સ્થિતિ જોતાં પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાને ફંફોળવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેમને ક્લૂ મળી ગયો.
દેશવિરોધીઓ વિરૂદ્ધ હતા સુધીર સૂરી
જાણકારી અનુસાર સુધીર સૂરી (Sudhir Suri) એક ટ્રાંસપોર્ટર હતા. તે પંજાબમાં ખાલિસ્તાની આતંક અને દેશ વિરોધી ગતિવિધિઓ વિરૂદ્ધ રહેતા હતા. તે લાંબા સમયથી પાકિસ્તાન પરસ્ત ખાલિસ્તાની આતંકવાદીઓના નિશાન પર હતા, જેના લીધે સરકારે પંજાબ પોલીસના 8 જવાન તેમની સુરક્ષામાં હતા. પરંતુ તે જવાન પણ તેમની હત્યા થતાં રોકી શકે અને જવાબ આપવાના બદલે હવાઇ ફાયરિંગ કરતા રહ્યા.
=
શિવસેના નેતાના મર્ડરથી ભાજપ વિફરી
આ હત્યાકાંડ પર ભાજપે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાજપની પંજાબ એકમના અધ્યક્ષ અશ્વિની શર્માએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે બગડી ગઇ છે. મુખ્યમંત્રી માન પંજાબને સંભાળવાના બદલે કેજરીવાલના ચૂંટણી એજન્ટના રૂપમાં બીજા રાજ્યોના પ્રવાસમાં વ્યસ્ત છે. સૂત્રોના અનુસાર સુધીર સૂરી ઉપરાંત ભાજપ શિવસેનાના ઘણા નેતા આતંકવાદીઓના નિશાન પર છે. સૂરી પહેલાં ગુરૂવારે અમૃતસરની ટિબ્બા રોડ સ્થિત ગ્રેવાલ કોલોનીમાં રહેવાનાર પંજાબ શિવસેના નેતા અશ્વિની ચોપડાના ઘરની પાસે બાઇક સવાર 2 હુમલાવરોએ ફાયરિંગ કર્યું, જે સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે