પુલવામા હુમલો: 'સુરક્ષાદળોને સમય, સ્થાન અને સ્વરૂપ પસંદ કરવાની ખુલ્લી છૂટ-પીએમ મોદી
પુલવામા આતંકી હુમલા બાદ ઝાંસીમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પુલવામા હુમલાનો બદલો લેવામાં આવશે. તેમણે કહ્યું કે પુલવામા હુમલાનો બદલ લેવાશે અને સેનાને જવાબી કાર્યવાહી માટે સમય તથા સ્થાનની પસંદગી કરવાની પરવાનગી આપી દેવાઈ છે.
Trending Photos
ઝાંસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં વિકાસ પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું. વિકાસ પરિયોજનાનું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર જનસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલાના ગુનેહગારોને તેમના કર્યાની સજા જરૂર મળશે. આપણો પાડોશી દેશ ભૂલી રહ્યો છે કે આ નવી રીતી રિવાજોવાળુ ભારત છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત દેખાડી છે તેનો પૂરેપૂરો હિસાબ કરાશે. સુરક્ષાદળોને કાર્યવાહી કરવા માટે સમય, જગ્યા અને સ્વરૂપ પસંદ કરવાની ખુલ્લી છૂટ આપી દેવાઈ છે.
ગત 4 વર્ષમાં કેન્દ્ર વિકાસને ગતિ આપવામાં લાગ્યું છે. યોગી સરકારે વિકાસની ગતિ વધુ ઝડપી કરી છે. કેટલો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેનો મને પૂરેપૂરો અહેસાસ છે. તમને પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન આગળ વધારતા કહ્યું કે આજે 9000 કરોડની પાઈપ લાઈનનો શિલાન્યાસ આજે કરાયો છે.
તેમણે કહ્યું કે આજે દેશ ખુબ જ દુ:ખી અને આક્રોશમાં છે. તમારા બધાની ભાવનાઓ હું સારી પેઠે સમજી શકું છું. સેનાને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ અપાઈ છે. શહીદોનું બલિદાન વ્યર્થ જશે નહીં. પાકિસ્તાન કટોરો લઈને ભટકી રહ્યું છે. તેની હાલત ખરાબ કરી નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોને આગળની કાર્યવાહી માટે, સમય કયો હોવો જોઈએ, સ્થાન કયું, અને સ્વરૂપ કેવું તે નક્કી કરવાની સંપૂર્ણ મંજૂરી આપી દેવાઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે દુર્દશાના આ દોરમાં તે ભારત પર આ પ્રકારે હુમલા કરીને, પુલવામા જેવી તબાહી મચાવીને આપણને પણ બરબાદ કરવા માંગે છે. પરંતુ તેના આ મનસૂબાને દેશના 130 કરોડ લોકો, મળીને જવાબ આપશે. જડબાતોડ જવાબ આપશે. તેમણે કહ્યું કે પાડોશી દેશ ભીખનો કટોરો લઈને ફરી રહ્યો છે અને પુલવામા હુમલો તેની હતાશાનું પરિણામ છે. ભવિષ્યમાં આતંકવાદીઓ વિરુદ્ધ ક્યાં અને કયા સમયે કાર્યવાહી કરવાની છે તેનો ફેસલો કરવા માટે સેનાને મંજૂરી આપી દેવાઈ છે. તેમણે કહ્યું કે જાણીતી કંપનીઓ સાથે 400 કરોડના કરાર થઈ ચૂક્યા છે. તેઓ ઊદ્યોગ લગાવશે. તેના માધ્યમથી યુવાઓને કૌશલ વિકાસની ટ્રેનિંગ પણ અપાશે જેથી કરીને અહીંના યુવાઓને રોજગારી માટે પલાયન ન કરવું પડે.
PM Modi in Jhansi: Our brave soldiers have sacrificed their lives and these sacrifices will not go in vain.The valour of our security forces has been witnessed by the country and there can be no one in our country who doubts their valour and bravery. pic.twitter.com/QLU7nvQfDg
— ANI UP (@ANINewsUP) February 15, 2019
પીએમ મોદીએ કહ્યું કે આપણો પાડોશી દેશ એ ભૂલે છે કે આ નવા પ્રકારનું ભારત છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત બતાવી છે તેનો પૂરેપૂરો હિસાબ થશે. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાતના કચ્છ જિલ્લામાં વિકાસ થયો છે તેવો જ વિકાસ યુપીના બુંદેલખંડમાં થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે