મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી, મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર કરવામાં આવી
પીએમ મોદીએ નારી-શક્તિ સે સંવાદ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથો માટે સહાયની રકમ જાહેર કરી. તેમણે કહ્યું કે, સરકાર સતત તે વાતાવરણ બનાવી રહી છે જ્યાંથી તમે બધા બહેનો અમારા ગામોને સમૃદ્ધિ સાથે જોડી શકો.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જારી કરી. પીએમ મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનથી જોડાયેલ મહિલા સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને દેશને સંબોધિત કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ- મહિલાઓની ઉદ્યોગસાહસિકતાનો શ્રેણી વિસ્તારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે આજે મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો હોય, મહિલા કિસાન ઉત્પાદક સંઘ હોય કે પછી બીજી સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આવા લાખો સમૂહો માટે 1600 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે.
PM Narendra Modi releases financial support to women Self Help Groups (SHGs)
"Our govt provided more support to women SHGs compare to previous govts. We opened bank accounts for women & provided loans without guarantee to SHGs," says PM pic.twitter.com/dbnjBu2Ygv
— ANI (@ANI) August 12, 2021
પીએમ મોદીએ આગળ કહ્યુ- કોરોનામાં જે પ્રકારે આપણી બહેનોએ ખુદ સહાયતા સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનેટાઇઝર બનાવવાનું હોય, જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું હોય, જાગરૂકતાનું કામ હોય, દરેક પ્રકારથી તમારા સખી સમૂહોનું યોગદાન પ્રશંસનિય રહ્યું છે. જ્યારે અમારી સરકાર આવી તો અમે જોયું કે દેશની કરોડો એવી બહેનો હતી જેની પાસે બેન્ક એકાઉન્ટ પણ નહતું, જે બેન્કિંગ સિસ્ટમથી ખુબ દૂર હતી. તેથી અમે સૌથી પહેલા જનધન ખાતા ખોલવાનું મોટું અભિયાન શરૂ કર્યું હતું.
PM મોદીએ આગળ કહ્યુ કે, આઝાદીના 75 વર્ષોનો આ સમય નવા લક્ષ્યો નક્કી કરવા અને નવી ઉર્ઝા સાથે આગળ વધવાનો છે. સરકાર સતત તે સ્થિતિ બનાવી રહી છે જ્યાં તમે બધી બહેનો આપણા ગામડાને સમૃદ્ધિ અને સંપન્નતાથી જોડી શકો છો.
આ દરમિયાન પીએમ મોદીએ મધ્યપ્રદેશના માસ્ટર કૃષિ સખી ચંપા સિંહ સાથે સંવાદ કર્યો. માસ્ટર કૃષિ સખી ચંપા સિંહ વિભિન્ન રાજ્યોમાં કૃષિ સખીના રૂપમાં ખેતી કરનારનો સહયોગ કરી ચુક્યા છે. સમૂહ સાથે જોડાઈને તે સ્વયં આત્મનિર્ભર થયા છે. તેમણે પોતાના ગામ, જિલ્લા અને પ્રદેશની સાથે અન્ય પ્રદેશોમાં પણ આજીવિકા માટે સારી કૃષિ ટેક્નોલોજી, જૈવિક પદ્ધતિને અપનાવવા માટે સમૂહ સભ્યો અને ખેડૂતોને જાગૃત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે