PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફોન પર કોરોના વાયરસ, જી-7 સમિટ સહિત અન્ય અનેક મુદ્દાઓ પર જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ વાતની માહિતી વડાપ્રધાન પોતે સોશિયલ મીડિયા પર આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, કોરોના વાયરસ (Coronavirus) બાદ પણ ભારત- અમેરિકા સમૃદ્ધી અને ઉંડાણના મહત્વપુર્ણ સ્તંભ બની રહેશે. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં લખ્યું કે, મારા મિત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત થઇ. જેમાં અમે જી7, કોરોના વાયરસની મહામારી અને અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરી.
Had a warm and productive conversation with my friend President @realDonaldTrump. We discussed his plans for the US Presidency of G-7, the COVID-19 pandemic, and many other issues.
— Narendra Modi (@narendramodi) June 2, 2020
મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે જી7 સમ્મેલનમાં ભારત સહિત અન્ય મહત્વપુર્ણ દેશોનો સમાવેશ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ફોન અંગે વાતચીત દરમિયાન ટ્રમ્પે યુએસએમાં આયોજીત થનારી આગામી જી7 શીખર સમ્મેલમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીને નિમંત્રણ આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનાં રચનાત્મક અને દુરદર્શી દ્રષ્ટીકોણ માટે વખાણ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રસ્તાવિત શિખર સમ્મેલનની સફળતા સુનિશ્ચિત કરવા માટે ભારત અમેરિકા અને અન્ય દેશોની સાથે કામ કરવા માટે ખુશ છે. એટલું જ નહી વડાપ્રધાન મોદીએ અમેરિકામાં થઇ રહેલા પ્રદર્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સ્થિતીને ઝડપથી નિયંત્રણમાં લેવા માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.
Had a warm and productive conversation with my friend President @realDonaldTrump. We discussed his plans for the US Presidency of G-7, the COVID-19 pandemic, and many other issues.
— Narendra Modi (@narendramodi) June 2, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે