કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં PM મોદીએ આપ્યો કામકાજનો મંત્ર, બિનજરૂરી નિવેદનોથી બચવાની આપી સલાહ
મંત્રીમંડળના વિસ્તાર બાદ પ્રધાનમંત્રી મોદીએ આજે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી છે. પીએમ મોદીએ નવા મંત્રીઓને મહત્વની સલાહ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ મંત્રીપરિષદનો વિસ્તાર થવા અને નવા મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યા બાદ ગુરૂવારે પ્રધાનમંત્રી મોદીએ મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને કામકાજનો મંત્ર આપ્યો છે. આ બેઠકને લઈને ન્યૂઝ એજન્સી 'PTI' એ સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે પીએમ મોદીએ બેઠકમાં કહ્યુ કે, હવે જે આનો ભાગ નથી તેણે ખુબ યોગદાન આપ્યુ છે અને નવા લોકો તેની પાસેથી શીખી શકે છે. પીએમ મોદીએ મંત્રીઓને સમય પર કાર્યાલય પહોંચવા અને પોતાની બધી ઉર્જાને મંત્રાલયના કામમાં લગાવવા માટે કર્યુ છે. તે પણ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને બિનજરૂરી નિવેદનબાજીથી દૂર રહેવાની સલાહ આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર અને કેરલમાં કોરોનાના વધતા કેસો પર પોતાની ચિંતા જાહેર કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, કોરોના વિરુદ્ધ દેશ મજબૂતીની સાથે લડાઈ લડી રહ્યો છે. તેથી બેદરકારીને કોઈ સ્થા નથી. મંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી આપણે બધા ભીડ-ભાળ વાળી જગ્યા અને માસ્ક કે સોશિયલ ડિસ્ટેન્સિંગ વગર ફરી રહેલા લોકોના વીડિયો અને તસવીરો જોઈ રહ્યાં છીએ. આ સુખદ નજારો નથી. તેનાથી આપણે ડરવુ જોઈએ. આવા સમયમાં બેદરકારીની કોઈ જગ્યા નથી. એક ભૂલની ખરાબ અસર થશે અને કોરોના સામે આપણી લડાઈ નબળી પડશે.
કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય
મંત્રીમંડળ વિસ્તારના એક દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી ટીમની સાથે કેબિનેટની બેઠક યોજી છે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કિસાનોને APMC દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યુ કે પાછલા વર્ષે 15 મેએ એગ્રીકલ્ચર ફંડની રચના કરવામાં આવી હતી, તેને એપીએમસીને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ફંડમાં નાણાકીય યોગદાનની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠાકુરે કહ્યું કે, કોરોના સામે લડવા માટે 23123 કરોડ રૂપિયાના ઇમરજન્સી પેકેજને કેબિનેટે મંજૂરી આપી છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, નાળિયેર સેક્ટરમાં સંશોધન કરવામાં આવશે. વિશ્વભરમાં નાળિયેરના કારોબારને વધારવા માટે ભાર આપવામાં આવશે. આ સાથે નાળિયેર બોર્ડમાં સીઈઓની નિમણૂક કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, APMC માર્કેટને મજબૂત કરવામાં આવસે. કૃષિ બજારોને વધુ સંસાધન આપવામાં આવશે. નરેન્દ્ર તોમરે કહ્યુ કે, સરકારના નિર્ણયથી કિસાનોની આવકમાં વધારો થશે.
એપીએમસીને વધુ મજબૂત બનાવીશુંઃ કૃષિ મંત્રી
કૃષિ મંત્રીએ આગળ કહ્યુ- મોદી સરકાર સતત કિસાનો માટે પગલા ભરતી આવી છે. હું આંદોલન કરનારા કિસાનોને કહેવા ઈચ્છુ છું કે વારંવાર કહેવામાં આવે છે કે નવા કૃષિ કાયદામાં એપીએમસી ખતમ થશે, પરંતુ બજેટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એપીએમસી ખતમ નહીં પરંતુ મજબૂત બનશે. આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ એપીએમસી (કૃષિ બજાર ઉત્પાદન સમિતિ) પણ કરી શકશે.
હેલ્થ ઇમરજન્સી પેકેજ માટે 23 હજાર કરોડ
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ દરમિયાન હેલ્થ ઇમરજન્સી માટે 23 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 8 હજાર કરોડ રાજ્ય સરકારોને આપીશું. દેશમાં 4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે