આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ના આપી શકી, એ ભેટ PM મોદીએ દેશને આપી
પ્રધાનમંત્રી મોદીએ ધન તેરસના દિવસે દેશના લોકોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી... ધન્વંતરિ જયંતી અને આયુર્વેદ દિવસે PM મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ...
Trending Photos
- દેશવાસીઓને હેલ્થ પ્રોજેક્ટની ભેટ
- 70+ ઉંમરના લોકોને ધન તેરસની ભેટ
- આજથી 5 લાખ રૂપિયા સુધી ફ્રીમાં સારવાર
- 18 રાજ્યોમાં 12,850 કરોડનો પ્રોજેક્ટ્સ લોન્ચ
- PM મોદીએ દિલ્લી-બંગાળના લોકોની માફી માગી
- બંને રાજ્યની સરકારે લાગુ નથી કરી યોજના
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીએ ધન્વંતરિ જયંતી અને 9મા આયુર્વેદ દિવસ પર દેશના લોકોને મોટી ભેટ આપી... પીએમ મોદીએ દેશભરમાં 12,850 કરોડ રૂપિયાના હેલ્થ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યુ... સાથે જ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના વેક્સીનેશન પ્રોસેસને ડિજિટલ બનાવવા માટે યૂ-વિન પોર્ટલની શરૂઆત કરી... આ પોર્ટલથી શું ફાયદો થશે?... પીએમ મોદીએ આ પ્રસંગે કયા બે રાજ્યની સરકાર પર નિશાન સાધ્યું?.. જાણો વિગતવાર આ અહેવાલમાં...
પહેલાં
પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ
પછી
ધન્વંતરિ ભગવાનને પુષ્પાંજલિ....
ત્યારબાદ
દેશવાસીઓને હેલ્થ પ્રોજેક્ટ્સની મોટી ભેટ....
પ્રધાનમંત્રી મોદીએ ધન તેરસના દિવસે દેશના લોકોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી... ધન્વંતરિ જયંતી અને આયુર્વેદ દિવસે PM મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ...
મોદી સરકારે દેશના સિનિયર સિટીઝન માટે AB-PMJAY સ્કીમ લોન્ચ કરી... જે અંતર્ગત...
દેશના સિનિયર સિટીઝનને મોટું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ મળશે...
હવે 70 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને હેલ્થ ઈન્શ્યોરન્સ મળશે...
આ સ્કીમમાં 5 લાખ સુધીની નિ:શુલ્ક સારવાર કરાવી શકશે...
યોજનામાં લગભગ 4.50 કરોડ પરિવારના 6 કરોડ નાગરિકને ફાયદો થશે...
સ્કીમનો લાભ લેવા માટે PM જન આરોગ્ય પોર્ટલ કે આયુષ્માન એપ પર રજિસ્ટ્રેશન કરવું પડશે...
કેન્દ્ર સરકારે દેશના તમામ લોકો સ્વસ્થ રહે તે માટે સ્વાસ્થ્ય નીતિના પાંચ માપદંડ નક્કી કર્યા છે... PM મોદીએ સ્વાસ્થ્ય સુવિધાઓને શાનદાર બનાવવા માટે ડિજિટલીકરણ પર ભાર મૂક્યો છે... જેના માટે હવે સરકારે ગર્ભવતી મહિલાઓ અને બાળકોના વેક્સિનેશન પ્રોસેસને ડિજિટલ બનાવવા માટે યૂ-વિન પોર્ટલની શરૂઆત કરી....
PM મોદીએ પશ્વિમ બંગાળ અને દિલ્લીના 70 વર્ષથી વધારે ઉંમરના લોકોની માફી માગીને ત્યાંની સરકાર પર નિશાન સાધ્યું....ઋષિકેશમાં AIIMSથી દેશની પહેલી એર એમ્બ્યુલન્સ સંજીવનીથી દર્દીઓને સરળતાથી ગંભીર બીમારી માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાશે.. તો આ હેલ્થ પ્રોજેક્ટ્સથી દેશના 18 રાજ્યોને મોટો ફાયદો થશે તે નક્કી છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે