ભાજપની સંસદીય દળની બેઠક થોડીવારમાં, પીએમ મોદી કરી શકે છે સંબોધિત
ભાજપ (BJP) સંસદીય દળની બેઠક હવે થોડીવાર સંસદ (parliament) માં થવાની છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આ બેઠકને સંબોધિત કરી શકે છે. પીએમ મોદી બેઠકમાં જનતા સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવા અંગે ચર્ચા કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભાજપ (BJP) સંસદીય દળની બેઠક હવે થોડીવાર સંસદ (parliament) માં થવાની છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આ બેઠકને સંબોધિત કરી શકે છે. પીએમ મોદી બેઠકમાં જનતા સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવા અંગે ચર્ચા કરી શકે છે.
આ પહેલાં સોમવારે પીએમ મોદીએ રાજ્યસભાના ઐતિહાસિક 250મા સત્ર દરમિયાન સંસદના ઉચ્ચ સદનને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યસભાના 250મા સત્ર દરમિયાન અહીં ઉપસ્થિત બધા સાંસદોને શુભેચ્છા પાઠવું છું. 250મા સત્રોની આ જે યાત્રા ચાલી છે, તેમાં જે-જે સાંસદોએ યોગદાન આપ્યું છે તે બધા અભિનંદનને પાત્ર છે. હું તેમનો આદરપૂર્વક સ્મરણ કરું છું
પીએમ મોદીએ કહ્યું કે '250 સત્ર એક વિચાર યાત્રા રહી. સમય બદલાતો ગયો, પરિસ્થિતિઓ બદલાતી ગઇ અને આ સદનમાં બદલાયેલી પરિસ્થિતિઓને આત્મસાત કરતાં પોતાનામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે આ સદનના બે પાસા ખાસ છે પહેલું સ્થાયિત્વ અને બીજું વિવિધતા. સ્થાયિત્વ એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકસભા તો ભંગ થતી રહે છે પરંતુ રાજ્ય સભા ક્યારેય ભંગ થતી નથી અને વિવિધતા એટલા માટે મહત્વપૂર્ણ છે કે કારણ કે અહીં રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે