અમારા માટે તો પીએમ મોદી જ સુપ્રીમ કોર્ટ, જાણો કોણે કહ્યું?

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમત આપ્યો છે તો અમારા માટે તો મોદી જ સુપ્રીમ કોર્ટ છે.

અમારા માટે તો પીએમ મોદી જ સુપ્રીમ કોર્ટ, જાણો કોણે કહ્યું?

લખનઉ: શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમત આપ્યો છે તો અમારા માટે તો મોદી જ સુપ્રીમ કોર્ટ છે. સંજય રાઉતે અહીં પત્રકારોને સંબોધતા કહ્યું કે, "મંદિર નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે. આ કોઈ ક્રેડિટ લેવાની લડાઈ નથી. દેશે મોદીજીની પસંદગી કરી છે, અમે તેમની વાત સાંભળીશું. તેઓ જ અમારા માટે સુપ્રીમ કોર્ટ છે." તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈને રહેશે.

જુઓ LIVE TV

તેમણે તો એમ પણ કહ્યું કે ભાજપ વારંવાર મંદિરના નામ પર જનતા પાસે મત માંગવા જઈ શકે નહીં. સંજય રાઉતે જણાવ્યું કે શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 16 જૂનના રોજ પોતાના તમામ સાંસદોની સાથે અયોધ્યા જઈને રામલલાના દર્શન કરશે. તેમણે સાથે એમ પણ કહ્યું કે એનડીએમાં ભાજપ બાદ સૌથી મોટો પક્ષ શિવસેના છે આથી ડેપ્યુટી સ્પીકરનું પદ માગણી નહીં પરંતુ નૈસર્ગિક અધિકાર છે. 

राम मंदिर पर शिवसेना सांसद संजय राउत बोले, 'हमारे लिए पीएम मोदी ही सुप्रीम कोर्ट'

(શિવસેના સાંસદ સંજય રાઉત)

રાઉતે  કહ્યું કે લોકસભા ચૂંટણીમાં એનડીએને મોટી જીત મળી છે જે રામલલાના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. હવે ઉદ્ધવ ઠાકરે કરજ ચૂકવવા માટે પોતાના તમામ સાંસદોને સહિત રામલલાના દર્શન કરવા આવી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news